અમદાવાદમાં બે કુખ્યાત વચ્ચે થયેલી બબાલ મુદ્દે મોટી કાર્યવાહી! મોંઘી દાટ ગાડીઓમાં કરી તોડફોડ
અમદાવાદના નરોડા વિસ્તારમાં જાહેરમાં વાહનોના કાચ તોડી આતંક મચાવનાર લોકોની ધરપકડ કરી લીધી છે. સાથે જ આ મામલે ઘટનાની નજીકથી પસાર થતી પોલીસ વેન દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવા મામલે પોલીસ કર્મીની બેદરકારી હોવાની હકીકત સામે આવી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: કૃષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં બે કુખ્યાત વચ્ચે બબાલ મામલે પોલીસે કાર્યવાહી કરતા સાત લોકોની ધરપકડ કરી છે. કિશોરસિંહ રાઠોડ ઉર્ફે કીશોર લંગડા ના ગેંગના સાત શખ્સોની ધરપકડ કરી ધમા બારડ ગેંગના સાગરીતોની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં જાહેરમાં વાહનોના કાચ તોડી આતંક મચાવનાર લોકોની ધરપકડ કરી લીધી છે. સાથે જ આ મામલે ઘટનાની નજીકથી પસાર થતી પોલીસ વેન દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવા મામલે પોલીસ કર્મીની બેદરકારી હોવાની હકીકત સામે આવી છે. 6 સપ્ટેમ્બરે વહેલી સવારે બે ગેંગના સભ્યો વચ્ચે થયેલ માથાકૂટ બાદ નરોડા વિસ્તારમાં પેન્શન બંધુ કચેરીની બહાર સાત જેટલા લોકોએ ભેગા થઈને વાહનોના કાચ તોડયા હતા. જેના cctv ફૂટેજ પણ સામે આવ્યા હતા. ધમાલ મચાવનાર સાત લોકોની ધરપકડ કરી લીધી છે.
મહત્વની વાત એ છે કે ઘટના સમયના જે CCTV ફૂટેજ સામે આવ્યા હતા, તેમાં પોલીસ વેન પસાર થતી જોવા મળી હતી. જોકે તેને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી ન હતી. ઘટનાની ગંભીરતા ને માત્ર પોલીસ સ્ટેશન નહીં પરંતુ ડિવિઝન અને સમગ્ર ઝોન 4 એલસીબી પોલીસ આરોપીને શોધવા માટે કામે લાગી હતી. સૌથી પહેલા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પુત્ર અજીતસિંહ સાથે ડીપર મારવા બાબતે બોલ ચાલ થઈ હતી. જે બાદ કુખ્યાત ધમા બારડના માણસોએ અજીતસિંહનું અપહરણ કરી લઈ જઈને માર માર્યો હતો. જેની અદાવત રાખીને કિશોર લંગડાની ગેંગના માણસોએ નરોડા વિસ્તારમાં પેન્શન બંધુ કચેરીની બહાર વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. જેના CCTV વાયરલ થયા હતા અને પોલીસને કામગીરી સામે સવાલો ઉઠ્યા હતાં.
પોલીસે પણ ઘટનાની ગંભીરતાને શોધી સાત આરોપીની ધરપકડ કરી લીધી. બીજી તરફ ઘટના સ્થળની છોડી નજીક પસાર થઈ રહી હતી, તે બાબતે પણ એસીપી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને મોકલી દેવામાં આવે છે. પોલીસ વેનમાં હાજર પોલીસકર્મીની બેદરકારી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેથી બની શકે છે કે ફરજ પર હાજર પોલી કર્મીને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.
પોલીસે કિશોર લંગડા નો પુત્ર અજીતસિંહ કિશોરસિંહ રાઠોડ સહિત સાત આરોપીઓ પકડી પડ્યા છે. જેમાં કુલદીપ ઉર્ફ પંડિત ચીરનજીલાલ શર્મા, વિશાલ વિનોદભાઈ સોલંકી, સિધ્ધરાજ ઉમેદસિંહ સોલંકી, ઘનશ્યામસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ, બ્રિજેશ શંકરલાલ પટેલ, રોશન મોહનલાલ સકસેનાની ધરપકડ કરી છે. ધમા બારડ સહિત તેના ગેંગ સાગરીતોની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે