સાળંગપુરમાં ભક્તો ઉમટ્યા, શનિવાર અને કાળી ચૌદસનો અનેરો યોગ
Trending Photos
રઘુવીર મકવાણા/બોટાદ :સાળંગપુર હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિતે મારૂતિ યજ્ઞ યોજાયો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મારૂતિ યજ્ઞમાં હાજરી આપી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દરશન કરી ધન્યતા અનુભવી. તો આજે દાદાનો વહાલો દિવસ શનિવાર અને આજે કાળી ચૌદશ એક અનેરો યોગ છે.
2024માં ગાંધીનગરથી જ ઉમેદવારી કરવાના અમિત શાહે આપ્યા સંકેત, જુઓ શું કહ્યું...
ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં જ્યોતિષ શાસ્ત્રોનું ઘણું મહત્વ છે. તમામ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયા મુજબ, ત્રણ રાત્રિનું ખૂબ જ મહત્વ હોય છે. જેમાં મહાશિવરાત્રી, કુષ્ણપાર્ગટય અને કાળીચૌદશ. જેમાં આ રાત્રિમાં સ્વામિનારાયણ ભગવાનના કહ્યા મુજબ, હનુમાનજીનું પૂજન કરવામાં આવે છે. તેમજ તાંત્રિકો માટે ખૂબજ મહત્વની અધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છતા અને સુખસંપત્તિ ઈચ્છતા લોકો માટે ખૂબ જ મહત્વનું છે. ત્યારે કહેવાય છે કે આ દિવસે દાદા તમામ ભૂત-પ્રેત-પલિત પર એટલા બધા રાજી થાય છે અને આ બધાને પ્રસાદી આપી છુટી આપે છે. આ મહારાત્રિમાં દેવી સપ્તીવાળા લોકો હાજર રહે છે. જે અધ્યાત્મિક સાધના, મંત્ર જાપ, યજ્ઞ, હવન પૂજન કરી અને અન્ત ફળ પાર્પ્ત થાય તેવી આશા રાખે છે.
આજે કાળી ચૌદશના દિવસે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે વહેલી સવારથી મહાઆરતી, છડીનો અભિષેક, પૂજા તેમજ મારૂતિ યજ્ઞ યોજાયો હતો. તેમજ અન્નકૂટ પણ દાદાને ધરવામાં આવ્યો હતો. આજે દાદાનો વહાલો શનિવાર અને આજે કાળી ચૌદસનો અનેરો યોગ છે. તેમજ દૂરદૂરથી મોટી સંખ્યામાં હરિભકતો આવી યજ્ઞમાં ભાગ લઈ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે મંદિર તરફથી ભક્તો માટેની સુંદર સુવિધા કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે