ગુજરાત બહારથી ફૂટ્યું જુનિયર ક્લાર્કનું પેપર, પાંચ રાજ્યોમાં જવા ATSની ટીમો રવાના, વડોદરા-સુરતમાં ધમધમાટ

Paper Leak News Live Update: વડોદરા ઉપરાંત સુરતમાં પણ ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે.  સુરતમાં પેપર લીકના નેટવર્કને લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરાઇ છે. 

ગુજરાત બહારથી ફૂટ્યું જુનિયર ક્લાર્કનું પેપર, પાંચ રાજ્યોમાં જવા ATSની ટીમો રવાના, વડોદરા-સુરતમાં ધમધમાટ

Paper Leak News Live Update: આજે પંચાયતની પરીક્ષા રદ્દ થતા અનેક અનેક ઉમેદવારના સપના રોળાયા છે. ગુજરાતભરના લાખો બેરોજગારોના ભવિષ્ય પર ફરી પેપર લીક કરનારા એ ભવિષ્ય પણ ફોડી નાખ્યું છે. આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ રહેલા અનેક વિદ્યાર્થીઓને પેપર લીક થતા મોટો ધ્રાસ્કો પડ્યો હતો. દૂર દૂરથી દૂર દૂરના કેન્દ્ર પહોંચેલા પરીક્ષાર્થીઓને ધક્કો ખાવોનો વારો આવ્યો છે.

વડોદરા ઉપરાંત સુરતમાં પણ ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે.  સુરતમાં પેપર લીકના નેટવર્કને લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરાઇ છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 29, 2023

ગુજરાત એટીએસે સમગ્ર કેસની તપાસની સુકાન સાંભળી લીધી છે અને કુલ 05 ટીમો સમગ્ર કેસની તપાસમાં જોડાઇ છે. એટીએસે અત્યાર સુધીમાં કુલ 15 લોકોની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા લોકોમાંથી 04 થી 05 ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, જુનિયર ક્લાર્કના પેપર લીક કાંડને લઈને ગુજરાત એટીએસની તપાસ રાજ્ય બહાર થઇ રહી છે. હૈદરાબાદ, ઓડિસા, મદ્રાસ સહિતના રાજ્યોમાં ગુજરાત એટીએસની ટીમો રવાના થઈ છે.

પેપરલીક કાંડમાં પોલીસે તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ પણ મળી આવી હતી. જુનિયર કલાર્કની પરીક્ષા મોકૂફ રખાતા ગુજરાતની એટીએસની પણ જોડાઈ છે, કુલ પાંચ ટીમ અન્ય રાજ્યમા તપાસ ચાલું કરી દીધી છે અને કુલ 15 શંકમંદોની પુછપરછ ચાલું છે. ગુજરાત ATSએ વડોદરાથી 12 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 29, 2023

તપાસમાં રાજ્ય બહારની ગેંગની સંડોવણી સામે આવતા ATSની ટીમો તેલંગાણા, UP-બિહાર, દિલ્હી જવા રવાના થઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થવાને લઈને મોટો ખુલાસો થયો છે. જેમાં પેપર ગુજરાત બહારથી લીક થયું છે, જેના કારણે ગુજરાત એટીએસની પાંચ ટીમો જોડાઈ હતી. પ્રાથમિક તપાસમાં તેલંગાણાના પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ પેપર લીક થયું હોવાની વાત સામે આવી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) January 29, 2023

ગુજરાત ATSએ સુરતમાં પણ પેપર લીકના નેટવર્કને લઈને તપાસ તેજ કરવામાં આવી છે. જુનિયર ક્લાર્કનું પેપર લીક થવા મામલે વડોદરાથી 12 લોકોની અટકાયત કરવામાં આવી છે. જુનિયર ક્લાર્કના પેપરની ડુપ્લીકેટ નકલ વડોદરાથી વાયરલ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પેપર લીક થવા મામલે ગુજરાત ATSએ વધુ તપાસ હાથ ધરી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news