Jamnagar : ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે કૌભાંડ કરતી ગેંગ પાસેથી 11 મોંઘીદાટ કાર મળી
Jamnagar News : જામનગર પોલીસે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાયના નામે કારનો ગોરખધંધો કરનારી ગેંગના બે સદસ્યો રાજકોટથી પકડાયા
Trending Photos
મુસ્તાક દલ/જામનગર :જામનગર શહેરમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે વાહન માલિકોને એરપોર્ટમાં વાહન કોન્ટ્રાક્ટ ઉપર રખાવી આપવાની લાલચ આપી મૂળ માલિકના વાહન બારોબર વેચી અથવા ગીરવી રાખી છેતરપિંડી આચરતી ગેંગ પકડાઈ છે. ગેંગના બે સભ્યોને 11 વાહન કિંમત રૂ. 84 લાખના મુદ્દામાલ સાથે સીટી સી ડિવિઝન સર્વેલન્સ સ્કોડે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર સિટી-સી પોલીસમાં અરજદારો દ્વારા તેમના વાહનો એરપોર્ટમાં ભાડે રખાવી સારું વળતર આપવાની લાલચ આપી રાજકોટના તમામ આરોપી અવેશ ઈકબાલ આરંભડા, સરફરાઝ ઉર્ફે રાજ હૈદરઅલી ખોડ તથા મહમદ હુસૈન ઉર્ફે સમીર અકબર ખોડ નામના શખ્સોએ વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી હોવાની અરજી થઈ હતી. સિટી-સી પોલીસે રાજકોટમાં તપાસ હાથ ધરતાં સરફરાઝ ઉર્ફે રાજ હૈદરઅલી ખોડ તથા મહમદ હુસેન ઉર્ફે સમીર અકબર ખોડ નામના બે શખ્સોને ઝડપી લીધાં છે.
આ કેસમાં ઝડપાયેલા આરોપીઓ જેમાં એક આરોપી જામનગર શહેરમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે, જ્યારે અન્ય બે આરોપીઓ રાજકોટમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. જેના દ્વારા દ્વારા વાહન માલિકોને અલગ અલગ ભાવે ઊંચા ભાવો અપાવી અને છેતરપિંડી તેમજ લાલચ આપવામાં આવતી હતી. જ્યારે આ કેસમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જામનગર પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે અને હજુ કેટલા વાહન માલિકો આ ઠગોના ભોગ બન્યા છે, તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે
પકડાયેલ આરોપીઓ...
- સરફરાજ ઉર્ફે રાજ હૈદરઅલી, ટુર્સ ટ્રાવેલ્સનો વ્યવસાય, રાજકોટ
- મહમંદહુસૈન ઉર્ફે સમીર અકબરભાઇ ખોડ, ડ્રાઇવિંગનો વ્યવસાય, રાજકોટ
કબજે કરાયેલી લાખોની કિંમતની 11 કાર
હ્યુન્ડાઇ કંપનીની 120 ASTA 1.2 E4 મોડલની સફેદ કલરની ફોર કાર, હોન્ડાની AMAZE 1.2 EX MT મોડલની સફેદ કલરની કાર, ની BMW 320 | E3 મોડલની લાલ કલરની કાર, રેનોલ્ટ કંપનીની TRIBER RXE PETROL MT 1.0L ECE મોડલની સફેદ કલરની કાર, મારૂતિની EECO 5 STR મોડલની ગ્રે કલરની કાર, મારૂતિની EECO 5 STR મોડલની સફેદ કલરની કાર, મારૂતિની ERTIGA ZDI BS IV મોડલની ગ્રે કલરની કાર, મારૂતિની SX4 GREEN VXI મોડલની સફેદ કલરની કાર, MARUTI TOUR S PETROL મોડલની સફેદ કલરની કાર, રોયલ એનફીલ્ડ બુલેટ રજી.નં. GJ-25-N-4997, સ્વીફટ ડીઝાયર રજી.નં. GJ-10-AP-6141
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે