Snake Video: ઓ બાપ રે... યુવતીના કાનમાં ઘૂસી ગયો સાપ, તમારા રુંવાડા ઉભા કરી દેશે આ વીડિયો

Snake Inside The Ear: સોશિયલ મીડિયા (Social Media) પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતીના કાનમાં સાપ ઘૂસી ગયો હતો, જેના બાદ ગભરાઈ ગયેલી યુવતી દોડતા દોડતા ડોક્ટર પાસે ગઈ હતી, પછી જે થયું તે જુઓ વીડિયોમાં...

Snake Video: ઓ બાપ રે... યુવતીના કાનમાં ઘૂસી ગયો સાપ, તમારા રુંવાડા ઉભા કરી દેશે આ વીડિયો

Snake Viral Video: ક્યારેક ક્યારેક કેટલાક લોકોની સાથે એવી ઘટના બને છે, જેના પર સરળતાથી ભરોસો કરવો મુશ્કેલ બને છે. પરંતું આ વીડિયો જોઈને તમે માની લેવા મજબૂર બની જશો કે તમારા કાનમાં કેવી રીતે સાપ ઘૂસી શકે છે. સોશિયલ મીડિયા (Social Media) પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતીના કાનમાં સાપ ઘૂસી ગયો છે. યુવતીને જેમ કાનમાં સાપ ગયો છે તેવું માલૂમ પડ્યું, તો તે દોડતા દોડતા ડોક્ટર પાસે ગઈ હતી. વીડિયો જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે. કારણ કે, તેના કાનમાં ખતરનાક એવો ટચૂકડો સાપ (Small Snake) સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. 

યુવતીના કાનમાં ઘૂસ્યો સાપ
ફેસબુકમાં આ વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, યુવતી એક ડોક્ટરની પાસે પોતાની આ સમસ્યા લઈને પહોંચી હતી. ડોક્ટરને જ્યાં સુધી આ ઘટના વિશે માલૂમ પડ્યુ તો તેઓ પહેલા એલર્ટ થઈ ગયા હતા. સારી વાત એ છે કે સમયસર યુવતીના કાનમાંથી સાપ કાઢી લેવામાં આવ્યો હતો. 

વીડિયોમાં જોઈ શકાય છે કે, ડોક્ટર યુવતી પાસે બેસીને સાપને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ડોક્ટરે નાનકડો ચીપિયો પકર્યો છે, અને તેઓ સાપને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ સાપ પીળા રંગનો છે, જેનું મોઢું બહારના ભાગ પર છે. જોકે, આ વીડિયો ક્યાંનો છે તેની પુષ્ટિ થઈ નથી. 
 
આ વીડિયોને અત્યાર સુધી 2 લાખ 41 હજાર લોકોને લાઈક કર્યું છે. જ્યારે કે 6 હજારથી વધુ લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરી છે. એક યુઝરે વીડિયો જોઈને લખ્યું કે, સાપને બહાર કાઢવામાં આવી રહ્યો છે કે, અંદર નાંખવામાં આવી રહ્યો છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, યુવતી જંગલમાં સૂઈ ગઈ હતી કે શું?

(Disclaimer: આ વાયરલ વીડિયોની ZEE 24 કલાક પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news