VIDEO: ઓ ભાઈ જરા દેખ કે ચલો! આ હોસ્પિટલમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, વોર્ડમાં રિક્ષા ઘૂસતા દોડધામ
સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જીજી હોસ્પિટલમાં ઓપીડી વિભાગ સુધી રિક્ષા ઘુસાડવામાં આવી હતી. રિક્ષા છેક અંદર સુધી આવી જતાં દર્દીઓ ચિંતામાં આવી ગયા હતા.
Trending Photos
ઝી બ્યુરો/જામનગર: ગુજરાતની હૉસ્પિટલમાં વાહનો છેક અંદર સુધી ઘુસી જતા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. જી હાં... સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જીજી હોસ્પિટલમાં ઓપીડી વિભાગ સુધી રિક્ષા ઘુસાડવામાં આવી હતી. રિક્ષા છેક અંદર સુધી આવી જતાં દર્દીઓ ચિંતામાં આવી ગયા હતા.
જામનગરની જી.જી હોસ્પિટલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો જોઇને તમામ લોકો સ્તબ્ધ રહી ગયા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે એક રીક્ષાચાલક રીક્ષા સાથે હોસ્પિટલની અંદર છેક કેસ કઢાવવાની બારી સુધી પહોંચી જાય છે. કેસ બારી સુધી રીક્ષા દોડાવતા દર્દીઓ અને તેના પરિજનોમાં ભાગદોડ મચાવી દીધી હતી.
રિક્ષામાં દર્દીને બેસાડી ચાલક ઓપીડી સુધી ઘૂસી ગયો, જામનગરની જી. જી. હૉસ્પિટલનો વીડિયો વાયરલ....#Jamnagar #viralvideo #ZEE24KALAK #Gujarat #CCTV #gghospital pic.twitter.com/7VGKPia56U
— Zee 24 Kalak (@Zee24Kalak) June 6, 2024
સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જીજી હોસ્પિટલની ઓપીડી સુધી રીક્ષા પહોંચી જવાની આ ઘટના ખુબ જ ગંભીર છે. સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ સવાલ ઉભો કરી રહી છે. હાલ પોલીસે આ ઘટનામાં રીક્ષા ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
તો ગયા મહિને આવી ઘટના ગોંડલ સિવિલ હૉસ્પિટલમાં બની હતી. દર્દીના સંબંધી તેમને લઈને ઈમરજન્સી વિભાગમાં બાઈક સાથે પહોંચી ગયા હતા. બાઈક લઈને ઈમરજન્સી વિભાગમાં વ્યક્તિ ઘુસી જતા અફરાતફરી મચી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે