ગોંડલના ભાજપ ધારાસભ્યના પુત્રની ધરપકડ; ભુલનો કોઈ અફસોસ નહીં, પોલીસ સંકજામાં હસતો દેખાયો!

રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને માર મારી અપહરણના મામલે પોલીસે ગોંડલ સ્થિત ભાજપના આગેવાન જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ગઈ કાલ રાતે ધરપકડ કરી હતી. કોટડા સાંગાણી પાસેથી અન્ય 7 ઈસમોની સાથે ગણેશની ધરપકડ કરાઈ ધરપકડ હતી.

ગોંડલના ભાજપ ધારાસભ્યના પુત્રની ધરપકડ; ભુલનો કોઈ અફસોસ નહીં, પોલીસ સંકજામાં હસતો દેખાયો!

ઝી બ્યુરો/જૂનાગઢ: જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવાનને અપહરણ કરીને માર મારવાના કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશની ધરપકડ કરવામાં આવી છે. ગણેશ સહિતના આરોપી સામે કલમ 307, એટ્રોસિટી અને રાયોટિંગ સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

સાથે બે મોબાઈલ અને બે કાર કબ્જે કરાઈ છે. આ કેસમાં અગાઉ ચાર આરોપી ઝડપાયા હતા. સંજય સોલંકીને માર માર્યા પછી ગુનો દાખલ થયો છતાં ગણેશનો કોઈ પસ્તાવો નથી. ગણેશ ગોંડલ પોલીસ સંકજામાં હસતો જોવા મળ્યો હતો. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને માર મારી અપહરણના મામલે પોલીસે ગોંડલ સ્થિત ભાજપના આગેવાન જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ગઈ કાલ રાતે ધરપકડ કરી હતી. કોટડા સાંગાણી પાસેથી અન્ય 7 ઈસમોની સાથે ગણેશની ધરપકડ કરાઈ ધરપકડ હતી. પોલીસે ઝડપાયેલ ઈસમો પાસેથી કુલ 2 મોબાઈલ કબ્જે ઉપરાંત બ્લેક ટોયોટો અને થાર કબ્જે કરી હતી. 

આ બાબતે પોલીસ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી કે સંજય સોલંકીનો ન્યુડ વિડીયો ઉતાર્યાની બાબત ઝડપાયેલ ઈસમો હાલ ના પાડી રહ્યા છે. વધુ પૂછપરછ હાલ તમામની ધરાઈ છે. જરૂર પડ્યે મોબાઈલ FSL માં મોકલવામાં આવશે તે વાત પણ પોલીસ દ્વારા જણાવાઈ હતી.

મહત્વનું છે કે આ મામલે પૂર્વે 3 ઈસમોને જસદણથી ઝડપી પાડેલ હતા. હાલ તમામ 11 ઈસમોની ધપકડ કરાયેલ છે. આ મામલે પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંજય સોલંકી જૂનાગઢ NSUI પ્રમુખનો હોદ્દો પણ ધરાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news