કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં આંતરિક વિખવાદ, સત્તાની લાલચમાં ફરી ભંગાણના એંધાણ

મહેસાણા નગરપાલિકામાં ફરી એક વખત ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં આંતરિક વિખવાદ સહીત સત્તાની લાલચમાં ફરી ભંગાણ સર્જાવા ગયો છે. કોંગ્રેસના 23 સભ્યોમાંથી 17 નગરસેવકોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે.

કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં આંતરિક વિખવાદ, સત્તાની લાલચમાં ફરી ભંગાણના એંધાણ

તેજસ દવે, મહેસાણા: મહેસાણા નગરપાલિકામાં ફરી એક વખત ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં આંતરિક વિખવાદ સહીત સત્તાની લાલચમાં ફરી ભંગાણ સર્જાવા ગયો છે. કોંગ્રેસના 23 સભ્યોમાંથી 17 નગરસેવકોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. જ્યારે પ્રથમ નગરપાલિકાના પ્રમુખ બાદ તાજેતરના પાલિકા પ્રમુખને સવા વર્ષ સુધી ખુરશી પર બેસવાનું નક્કી થવા છતાં પણ પાલિકા પ્રમુખએ સત્તા ન છોડતા કોંગ્રેસના સભ્યોએ જ અવિશ્વાસની દરખાસ્ત આજે રજૂ કરી હતી. પ્રમુખ ઘનશ્યામ સોલંકી અને હિરેન મકવાણા એમ બે જૂથ કોંગ્રેસના આમને સામને આવ્યા છે. જેમાં સત્તા હાંસલ કરવા માટે હવે ભાજપ પણ મેદાને આવશે જેમાં કોંગ્રેસ નો આંતરિક કકળાટ હવે ચરમસીમાએ આવીને ભાજપનો સભ્ય પાલિકા પ્રમુખ બને તેવા એધાણ છે.

મહેસાણા નગરપાલિકામાં પાટીદાર અનામત આંદોલન બાદ પ્રથમ વાર પાલિકામાં કોંગ્રેસની સત્તા આવી હતી. જેમાં પાટીદાર પ્રથમ મહિલા પ્રમુખ સામે પણ અવિશ્વાસની દરખાસ્ત બાદ મામલો કોંગ્રેસના મોવડી મંડળ સુધી પહોચ્યોં હતો. ત્યારબાદ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ફરી એકવાર ચરમસીમાએ આવ્યો છે. મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસનો કકળાટ એટલો ખરાબ રહ્યો હતો કે પાલિકાના કોંગ્રેસના જ સભ્યો ભાજપમાં જતા રહ્યા હતા અને ત્યારબાદ પાલિકા પ્રમુખ ભાજપમાં ગયા બાદ ફરીવાર કોંગ્રેસમાં આવ્યા હતા.

ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી 31 જાન્યુઆરી સુધી પાલિકા પ્રમુખ રહેશે, તેમછતાં પણ પાલિકા પ્રમુખે પોતાની સત્તા ન છોડતા આજે કોંગ્રેસન 17 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી.  પાલિકાના 5 વર્ષના સમયમાં આજે બીજીવાર કોંગ્રેસના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઇ છે. કોંગ્રેસના અને ભાજપમાં જોડાયેલા સભ્યોએ ભેગા મળીને આ અવિશ્વાસની દરખાસ્ત આજે દાખલ કરવાની તજવીજ કરી છે. 

ભાજપ દ્વારા પણ અવિશ્વાસ ની દરખાસ્ત મામલે ટેકો અપાશે તેવા એધાણ છે. સામે પક્ષે કોંગ્રેસના કકળાટ થકી આંતરિક જૂથવાદને પગલે લોકોના કામ અટકશે અને અવિશ્વાસની દરખાસ્ત બાદ કોંગ્રેસની સત્તા જાય તેવા એધાણ પણ રહેલા છે. કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં જ્યારથી કોંગ્રેસે સત્તા સંભાળી છે ત્યારેથી જ પાલિકામાં 2 જૂથ રહ્યા છે. મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના 4 વર્ષના શાસનમાં 4 પ્રમુખ નિમાઈ ચુક્યા છે અને આજે ફરી એકવાર અવિશ્વાસની દરખાસ્ત દાખલ થવાથી પાલિકાના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે.

મહેસાણા નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી અને હિરેન મકવાણા વચ્ચે પ્રમુખ પદની ખુરશી માટે હાલમાં ચાલતી ખેંચતાણના અંતે પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત ભાજપમાં ગયેલા કોંગ્રેસી કોર્પોરેટરોએ પણ સહી કરીને પ્રમુખની સત્તા આંચકવાના પ્રયાસ કર્યા છે. જ્યારે કોંગ્રેસના અનુસૂચિત જાતિના પ્રમુખ બનવાની લ્હાય માં હવે કોંગ્રેસ અને ભાજપમાં આંતરિક જૂથવાદ સાથે મસલ પાવરને લઈને ખેંચતાણ સાથે સત્તા લેવાનો પ્રયાસ કરશે તેવા એધાણ ચોક્કસ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news