'મને ખાવાની તકલીફો પડી રહી છે, તમે સુરત આવી જાઓ', આર્થિક મંદીથી કંટાળી યુવકે જીવન ટૂંકાવ્યું
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ જગન્નાથ નગરમાં ભાડાના મકાનમાં એકલો રહેતો 22 વર્ષીય કાલુ મહંતી ઓરિસ્સા ગંજામ વતની છે. કાલુ નવ વર્ષનો હતો તે દરમિયાન તેના પિતાનું અવસાન થઈ ગયું હતું. પરિવારમાં ચાર બેન અને માતા છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં આર્થિક મંદીના કારણે 22 વર્ષે યુવકે આપઘાત કર્યો છે. આપઘાત પહેલા યુવકે પોતાની માતાને ફોન કરી ખાવાની તકલીફ પડી હોવાનું જણાવી વતનથી સુરત આવવા કીધું હતું. છેલ્લા એક મહિનાથી યુવક બેકાર હતો અને નોકરીની તલાશ કરતો હતો.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ જગન્નાથ નગરમાં ભાડાના મકાનમાં એકલો રહેતો 22 વર્ષીય કાલુ મહંતી ઓરિસ્સા ગંજામ વતની છે. કાલુ નવ વર્ષનો હતો તે દરમિયાન તેના પિતાનું અવસાન થઈ ગયું હતું. પરિવારમાં ચાર બેન અને માતા છે. છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં લુમ્સ ખાતામાં કામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો. એક મહિનાથી કાલુની નોકરી છૂટી જતા હતાશમાં રહેતો હતો.
ગતરોજ રાત્રે કાલુએ માતાને ફોન કરી જણાવ્યું હતું કે, ખાવાની તકલીફો પડી રહી છે. એક મહિનાથી નોકરી છૂટી ગઈ છે જેથી તમે સુરત આવી જાઓ માતાએ પુત્રને વતન આવી જવા જણાવ્યું હતું. ત્યારબાદ યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
કાલુના સંબંધિત સુરેન્દ્ર નાયકએ જણાવ્યું હતું કે મૃતક કાલુની છેલ્લા એક મહિનાથી નોકરી છૂટી ગઈ હતી. તે નોકરીની તલાશ કરતો હતો. ગત રાત્રે તે તેની માતાને ફોન કરી જણાવ્યું હતું કે મને ખાવાની તકલીફો પડી રહી છે. તમે સુરત આવી જાઓ જ્યારે માતાએ જણાવ્યું હતું કે સુરત નહીં આવી શકું તને તકલીફો પડી રહી છે તું આપણા પોતાના વતન આવી જા. માતા સાથે વાત કર્યા બાદ કાલુએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કાલુ નોકરીની તલાશમાં રહેતો હતો. તેની પાસે પૈસા ન હોવાથી આર્થિક તકલીફો પડતી હતી. નોકરી ન મળવાથી કાલુએ એ આત્મહત્યા કરી લીધો છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે