સુરતમાં લૂંટારાઓ બેખોફ, ભરબપોરે દુકાનમાં ઘુસીને લૂંટ ચલાવીને ફરાર
શહેરના પુણાગામના શિવાજીનગરમાં આવેલી શીતલા નામની મોબાઈલની દુકાનમાંથી દેશી તમંચો બતાવી લૂંટની ચકચારી ઘટના સામે આવી છે. સુરતમાં પોલીસનો જાણે ડર જ ન હોય તેવી ઘટનાઓ રોજબરોજ રીતે સામે આવી રહી છે. મહારાષ્ટ્ર પાસિંગના બાઈકસવાર ત્રણ લૂંટારા રોક્ડા 30 હજારની લૂંટીને ફરાર થઇ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Trending Photos
સુરત : શહેરના પુણાગામના શિવાજીનગરમાં આવેલી શીતલા નામની મોબાઈલની દુકાનમાંથી દેશી તમંચો બતાવી લૂંટની ચકચારી ઘટના સામે આવી છે. સુરતમાં પોલીસનો જાણે ડર જ ન હોય તેવી ઘટનાઓ રોજબરોજ રીતે સામે આવી રહી છે. મહારાષ્ટ્ર પાસિંગના બાઈકસવાર ત્રણ લૂંટારા રોક્ડા 30 હજારની લૂંટીને ફરાર થઇ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
રાહુલ પુરણભાઈ બધેલે (રહે પુણાગામ વલ્લભનગર) જણાવ્યું કે, તેઓ પુણાગામ શિવાજીનગર સોસાયટીમાં શીતલા નામની મોબાઈલની દુકાન ધરાવે છે. શનિવારની રાત્રિએ રાહુલ બધેલ તેમની દુકાને હાજર હતા. દરમિયાન (MH-13-BB-2997) નંબરની પેશન પ્રો બાઈક પર ત્રણ અજાણ્યા લૂંટારા આવ્યા હતા.
દુકાનની બહાર બાઈક પાર્ક કરી હતી અને બંધ શટર ઊંચું કરી દુકાનમાં ઘુસી ગયા હતા. ત્રણ પૈકી એકના હાથમાં સ્ટીલનો પાઈપ અને બીજા બેના હાથમાં દેશી તમંચા હતા. જેથી દુકાનમાં હાજર રાહુલભાઈ અને તેમના મિત્ર અજય પટેલ તરફ તમંચો દેખાડીને મારી નાખવાની ધમકી આપી હતી. જીતના પૈસા હૈ ઉતના સબ દેદો, એમ કહી કેશ કાઉન્ટરમાંથી રૂ. 30 હજાર કઢાવી લૂંટ કરી દુકાનનું શટર ઊંચું કરી બાઈક પર ભાગી છૂટ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે