GUJARAT CORONA UPDATE: નવા 2909 કેસ, 8862 રિકવર થયા, 21 ના મોત
Trending Photos
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના 2909 કેસ નોંધાયા છે. કોરોનાના કેસોમાં તબક્કાવાર ઘટાડો થઇ રહ્યો છે. તો બીજી તરફ 8862 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 11,53,818 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 95.90 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 2,70,890 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 38644 દર્દી રિકવર થઇ ચુક્યાં છે. 215 નાગરિકો વેન્ટિલેટર પર છે. 38429 નાગરિકો સ્ટેબલ છે. 1153818 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10688 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 21 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 14 ને પ્રથમ અને 367 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 4077 ને પ્રથમ અને 8478 ને પ્રથમ અને 19396 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 19396 ને પ્રથમ અને 57938 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 16810 ને પ્રથમ અને 16810 ને બીજો ડોઝ અપાયો હતો. 32747 ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,70,890 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 99880825 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે