PM મોદીના સમર્થનમાં હું પણ ચોકીદારના પોસ્ટરો સુરતની સોસાયટીઓમાં લાગ્યા

લોકસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સમગ્ર પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામા આવી રહ્યુ છે. તમામ પક્ષો એકબીજા પર આક્ષેપ બાજી કરી રહ્યા છે. ત્યારે કોગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચોકીદાર ચોર કહેવામા આવ્યુ હતુ. જેની સામે ભાજપના નેતાઓએ હું પણ ચોકીદારનું અભિયાન સોશિયલ મીડિયામાં ચલાવવામાં આવ્યું હતું.

PM મોદીના સમર્થનમાં હું પણ ચોકીદારના પોસ્ટરો સુરતની સોસાયટીઓમાં લાગ્યા

ચેતન પટેલ/સુરત: લોકસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સમગ્ર પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામા આવી રહ્યુ છે. તમામ પક્ષો એકબીજા પર આક્ષેપ બાજી કરી રહ્યા છે. ત્યારે કોગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચોકીદાર ચોર કહેવામા આવ્યુ હતુ. જેની સામે ભાજપના નેતાઓએ હું પણ ચોકીદારનું અભિયાન સોશિયલ મીડિયામાં ચલાવવામાં આવ્યું હતું. 

હવે સોશિયલ મીડિયાનું આ અભિયાન શેરીઓમાં આવ્યું છે. કતારગામ વિસ્તારમાં આવેલા આશ્રમ રોડ પરની લક્ષ્મીકાંત અને ભુલાભાઈ દેસાઈ પાર્ક સોસાયટીમાં ચોકીદાર ચોર નથીના બેનર લાગતાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. ચોકીદાર તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. સાથે જ ભુલાભાઈ દેસાઈ પાર્ક કો.ઓપ.લિ. સોસાયટીના સભ્યો ચોકીદાર છીએ જેવા બેનરો લગાડવામા આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેમ્પેઇન મે હું ચોકીદારની સામે સુરત વાસીઓ દ્વારા અનોખુ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. જેને લઇનો લોકોએ સોસાયટી બહાર પોસ્ટરો માર્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપોર્ટમાં પોસ્ટરમાં લખ્યુ કે, મજબૂત ચોકીદાર પ્રામાણિક છે, જેથી ચોકીદારને વધુ મજબૂત અને પ્રામાણિક બનાવો. સાથે વધુમાં લખ્યું કે, દેશના ચોકીદારની છાતી 56 ઇંચની છે, જેથી દુશ્મન દેશ ભયભીત છે. આ પ્રકારના લખાણો લખીને પ્રધાનમંત્રીને સમર્થન કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news