અમદાવાદ: પતિએ પત્નીની બિમારીથી કંટાળી ગળુ દબાવી કરી હત્યા

શહેરના રામોલ પોલીસે નિમેશ નામના શખ્સની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. આરોપીએ પોતાની પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે પહેલા અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો પરંતુ તપાસમાં હત્યા કર્યા હોવાનુ સામે આવ્યુ હતું. નિમેશ ભદોરિયા એમ.આરનુ કામ કરતો હતો. 

અમદાવાદ: પતિએ પત્નીની બિમારીથી કંટાળી ગળુ દબાવી કરી હત્યા

જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરના રામોલ પોલીસે નિમેશ નામના શખ્સની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. આરોપીએ પોતાની પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે પહેલા અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો પરંતુ તપાસમાં હત્યા કર્યા હોવાનુ સામે આવ્યુ હતું. નિમેશ ભદોરિયા એંમઆરનુ કામ કરતો હતો. 

આ શખ્સ ઉપર આરોપ છે કે, તેને પોતાની પત્નીની હત્યા કરી નાખી અને હત્યા કર્યા બાદ પોતાના વતનમાં ફરાર થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી હત્યા કર્યા બાદ અલગ-અલગ આશ્રમમાં રોકાતો હતો. વેશ બદલી રહેતો હતો. મળતી માહિતી પ્રમાણે મરનાર સુનિતા છેલ્લા ચાર વર્ષથી બિમાર હતા અને તેના બિમારીથી કંટાળીને આરોપીએ તેની હત્યા કરી નાખી હતી. 

જોકે આ શખ્સે ફરાર થતા પહેલા એક પત્ર લખ્યો હતો અને જેમાં હુ તારી સેવા નહી કરી શકુ તેવુ લખાણ લખી ફરાર થઈ ગયો હતો. વાંત કંઈ એમ છે કે સુનિતા અને નિમેષના લગ્ન વર્ષ 2002માં થયા હતા. અને લગ્ન બાદ તેમના બે પુત્રી અને એક પુત્ર છે. સુનિતાના પિતાએ આરોપી નિમેષ અને પુત્રીને રહેવા માટે એક મકાન પણ આપ્યું હતું. જે વસ્ત્રાલના મકાનમાં રહેતા હતા. પોલીસનુ કહેવુ છે કે, ચાર વર્ષ પહેલા સુનિતાની માથાની એક નસ દબાતી હતી અને તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.

શરૂઆતના બે વર્ષ સુનિતા સાસરીમાં રહેતી હતી ત્યાર બાદ પોતાના પતિના ત્યાં રહેવા આવી હતી. જોકે સુનિતા પોતાની દેનિક કામ પણ ન હતી કર શકતી જેથી પતિ સાથે ઝઘડો થતો હતો. સુનિતા ફોન પર પોતાની માતાને આ વિશે જણાવતી હતી. ગત 9 સપ્ટેમ્બરના રોજ નિમેષે કંટાળીને સુનિતાનુ ગળુ દબાવી તેની હત્યા કરી નાખી હતી. ત્યાંથી તરતજ ફરાર થઈ ગયો હતો. પોલીસે પહેલા તો અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો પરંતુ પેનેલ પીએમમાં હત્યા સામે આવતા હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news