અમેરિકામાં કામકાજ ઠપ, 4 લાખ કર્મચારીઓને નહીં મળે પગાર, જોણો શું છે કારણ
વ્હાઇટ હાઉસના બજેટ નિયામકે કહ્યું કે આ સમસ્યા જાન્યુઆરીમાં નવી કોંગ્રેસના આવવા સુધી રહી શકે છે. અમેરિકન ફેડરેશન ઓફ ગવર્મેન્ટ એમ્પલોયઝે કહ્યું કે 4 લાખથી વધારે ફેડરલ કર્મચારીઓ સોમવારે તેમના કામ પર આવ્યા પરંતુ તેમને તેમનું વેતન મળશે નહીં.
Trending Photos
વોશિંગટન: અમેરિકાના સાંસદ ક્રિસમસની રજાઓ પર તેમને ઘરે જવા રવાના થઇ ગયા છે. જેના કારણે સરકારી વિભાગોમાં કામકાજ આંશિક રૂપથી ઠપ થઇ ગયું છે. આ સમસ્યા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની અમેરિકા-મેક્સિકો સીમા પર દિવાર નિર્માણ માટે નાણાકીય માગને લઇ ઉભી થઇ છે. વ્હાઇટ હાઉસના બજેટ નિયામકે કહ્યું કે આ સમસ્યા જાન્યુઆરીમાં નવી કોંગ્રેસના આવવા સુધી રહી શકે છે. અમેરિકન ફેડરેશન ઓફ ગવર્મેન્ટ એમ્પલોયઝે કહ્યું કે 4 લાખથી વધારે ફેડરલ કર્મચારીઓ સોમવારે તેમના કામ પર આવ્યા પરંતુ તેમને તેમનું વેતન મળશે નહીં.
ફેડરેશનની સીનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવને મોકલેલા પત્રોમાં કહ્યું છે કે, કોઇ પણ પ્રાઇવેટ વ્યાપાર કંપનીને આ રીતથી કર્મચારીઓના જીવન અવરોધિત કરી શકાય નહીં. સેના સહિત સરકારે લગભગ ત્રણ ક્વાર્ટ વિભાગ સપ્ટેમ્બર 2019 સુધી સંપૂર્ણ રીતથી ભંડોળ પૂરું પાડવામાં આવે પરંતુ વિભાગોની ગતિવિધીઓ ઠપ થવાથી કોઇ પ્રમુખ એજન્સીઓનું કામકાજ સનિવારથી બંધ થઇ જશે.
ફાઇનાન્સિંગ અભાવ દૂર કરવા માટે સર્વસંમતિ બનવાની સંભાવના ખૂબ ઓછી લાગે છે કેમ કે, વિકેન્ડમાં કોંગ્રેસની કાર્યવાહી ક્રિસમસ માટે સ્થગિત કરવામાં આવી છે.
(ઇનપુટ ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે