સુરતના પીપરીયા ગામે યોજાઇ “અશ્વ દોડ સ્પર્ધા”, જાણો કયા ઘોડાઓ બન્યા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

ક્રિકેટ ફૂટબોલ અને હોકી જેવી રમતોને કારણે અશલ રમતો લુપ્ત થઇ રહી છે. જે પૈકીની એક અશ્વ દોડ સ્પર્ધા પણ છે. રાજા રજવાડાના સમયમાં અશ્વ દોડ જેવી સ્પર્ધા ઓને પ્રધાન્ય આપવામાં આવતું હતું. પરંતુ ધીરે ધીરે રમતોને વારસો આપવામાં આવી રહ્યો છે.

સુરતના પીપરીયા ગામે યોજાઇ “અશ્વ દોડ સ્પર્ધા”, જાણો કયા ઘોડાઓ બન્યા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

સંદીપ વસાવા/સુરત: માંડવી તાલુકાના પીપરીયા ગામે અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ. રાજસ્થાન મહારાષ્ટ્ર કરછ સહિત રાજ્યભરમાંથી 100થી વધુ અશ્વએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી બતાવી સ્પર્ધાની શરૂઆત કરાવી હતી.

ક્રિકેટ ફૂટબોલ અને હોકી જેવી રમતોને કારણે અશલ રમતો લુપ્ત થઇ રહી છે. જે પૈકીની એક અશ્વ દોડ સ્પર્ધા પણ છે. રાજા રજવાડાના સમયમાં અશ્વ દોડ જેવી સ્પર્ધા ઓને પ્રધાન્ય આપવામાં આવતું હતું. પરંતુ ધીરે ધીરે રમતોને વારસો આપવામાં આવી રહ્યો છે. ટાઇગર હોર્સ એસોસિએસન દ્વારા અશ્વ દોડ સ્પર્ધાને જીવન્ત રાખવા એક નાનો એવો પ્રયાશ રાખવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે માંડવી તાલુકાના પીપરીયા ગામ ખાતે તાપી નદીના તટે ગ્રુપ દ્વારા અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહમંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને લીલી ઝંડી બતાવી સ્પર્ધા શરૂ કરાવી હતી.

સ્પર્ધામાં ભાગ લેવા માટે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કરછ સહિત તેમજ રાજ્યભરમાંથી અશ્વ માલિકો સ્પર્ધામાં ભાગ લેવા માટે માંડવીના પીપરીયા ખાતે પહોંચ્યા હતા. ખાસ કરીને કરછથી આવેલ ઉડાન નામનો અશ્વ ભરૂચના વાગડાથી આવેલા અશ્વ પ્રતાપ અને શિવાજી..રાજસ્થાનના બાલોત્રાથી આવેલી કવિન નામની અશ્વ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

માંડવીના પીપરીયા ખાતે યોજાયેલી અશ્વ દોડ સ્પર્ધામાં 100 થી વધુ અશ્વોએ ભાગ લીધો હતો. જેમાં નાની રવાલ અને મોટી રવાલ એમ બે પ્રકારની સ્પર્ધા યોજાઈ હતી. નાની રવાલ સ્પર્ધામાં અશ્વ 25 થી 30 કિલોમીટરની ઝડપે એક લઇ માં દોડે છે. જયારે મોટી રવાલમાં અશ્વ 35 થી 40 કિલોમીટરની ઝડપે દોડે છે. જોકી એ માત્ર લગામ પકડીને હાલ્યા ડોલ્યા વગર અશ્વ પર બેસવાનું હોય છે. 

અશ્વની સાથે સાથે નિર્ણાયકો પણ અશ્વની ચાલ અને જોકી પર સાધનમાં બેસીને નજર રાખતા હોઈ છે. માંડવીના પીપરીયા ખાતે યોજાયેલી આ અશ્વ સ્પર્ધામાં વિજેતા એક.. બે.. અને ત્રણ નંબરના અશ્વને રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી આપી સન્માન કરવામાં આવે છે. વર્ષમાં માંડ એકાદ વાર યોજાતી આવી સ્પર્ધાઓએ ભારતની સંસ્કૃતિ અને વર્ષો જાળવી રાખ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news