Shahrukh Khan: શાહરૂખ ખાનનો પત્ની સાથેનો એકદમ જૂનો વીડિયો વાયરલ, જોઈને કહેશો આ તો કેવા લાગે છે

Shahrukh Khan: શાહરૂખ ખાનના કરિયરના શરૂઆતનો આ વીડિયો તમને ગલગલિયા કરાવી દેશે, જેમાં તેઓ મુંબઈના રસ્તા પર કાર લઈને નીકળ્યા હતા

Shahrukh Khan: શાહરૂખ ખાનનો પત્ની સાથેનો એકદમ જૂનો વીડિયો વાયરલ, જોઈને કહેશો આ તો કેવા લાગે છે

Shahrukh Khan: હાલ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ ચર્ચામાં છે. આ ફિલ્મે વર્લ્ડવાઈડ 900 કરોડનો બિઝનેસ કર્યો છે. તેણે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. આ વચ્ચે શાહરૂખ ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ગૌરી ખાનને કસરત કેવી રીતે કરવી તે શીખવાડી રહ્યાં છે. તો સાથે જ તેઓ મુંબઈના રસ્તાઓ પર કાર જાતે ડ્રાઈવ કરીને નીકળતા પણ નજર આવ્યા છે. આ દરમિયાન શાહરૂખે ફેન્સ સાથે વાતચીત પણ કરી હતી. લોકોને આ વીડિયો બહુ જ પસંદ આવી રહ્યો છે.

જૂના વીડિયોમાં દેખાઈ ગૌરી ખાન
બોલિવુડના કિંગખાન કહેવાતા શાહરૂખ ખાનનો 1990 ના દાયકાનો વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. જેમા ગૌરી ખાનને ઈક્વીપમેન્ટ પર શાહરૂખ ખાન કસરત કરાવી રહ્યાં છે. આ બાદ શાહરૂખ ખાન અગાશી પર જોવા મળતા તેમના ફેન્સ ખુશખુશ થઈ ગયા હતા. તેઓ ફેન્સનું અભિવાદન ઝીલતા પણ નજર આવ્યા હતા. 

કાર લઈને મુંબઈના રસ્તા પર ફર્યા શાહરૂખ
વીડિયોના એક ભાગમાં શાહરૂખ ખાન ખુદ રસ્તા પર કાર ચલાવીને નીકળતા દેખાઈ રહ્યાં છે. આ દરમિયાન કેટલાક ફેન્સ આવીને તેમને ઘેરી લે છે. તો શાહરૂખ તેમની સાથે હાથ મિલાવે છે. એસયુવી કારમાં બેસેલા શાહરૂખ પણ ફેન્સને પૂછે છે કે, ફિલ્મ જોઈ છે, અને બાદમાં તેઓ કારમાં મ્યૂઝિક ઓન કરે છે. 

ઉલ્લેખનીય છે શાહરૂખ ખાને પોતાની એક્ટિંગ કરિયર ટીવી સીરિયલ સર્કસથી શરૂ કર્યુ હતું. તેમની પહેલી બોલિવુડ ફિલ્મ 1992 માં આવેલી દિવાના હતી. તેના બાદ તેઓએ બ્લોકબસ્ટર ફિલ્મ આપી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news