કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દુષ્કર્મ પીડિતા ફરી ગઇ છતા દુષ્કર્મીને 10 વર્ષની સજા ફટકારી

ઇતિહાસમાં પ્રથમ ઐતિહાસિક ચુકાદો અપાયો, બળાત્કારના ગુન્હામાં ફરિયાદી હોસ્ટાઇલ થતા મેડિકલ રિપોર્ટના આધારે આરોપી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્રારા ચુકાદો આપવમાં આવ્યો છે. 

કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દુષ્કર્મ પીડિતા ફરી ગઇ છતા દુષ્કર્મીને 10 વર્ષની સજા ફટકારી

ઉમેશ પટેલ/વલસાડ : ઇતિહાસમાં પ્રથમ ઐતિહાસિક ચુકાદો અપાયો, બળાત્કારના ગુન્હામાં ફરિયાદી હોસ્ટાઇલ થતા મેડિકલ રિપોર્ટના આધારે આરોપી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્રારા ચુકાદો આપવમાં આવ્યો છે. જો કે આ સમગ્ર બનાવ ખુબ જ રસપ્રદ છે. વલસાડ જિલ્લાના વાપી ખાતે 14 માર્ચ 2017ના રોજ વાપી નજીક છરવાડા વિસ્તારમાં રહેતી એક મહિલાની 13 વર્ષીય પૂત્રી બપોરે 3 વાગ્યે ક્યાંક જતાં તેણી અને પરિવારજનોએ શોધખોળ કરી હતી. સાંજે 5.30 વાગ્યાના સુમારે એક એપાર્ટમેન્ટના બીજા માળેથી ખુભ ગભરાયેલી હાલતમાં મળી આવી હતી. 

15 માર્ચે ફરીથી તેને પૂછ્યું હતું કે, કાલે તું બપોરથી સાંજ સુધી ક્યાં હતી ત્યારે પૂત્રીએ ગભરાતા તેણીની માતાને કહ્યું હતું કે, મિત્સુ કોલોનીમાં રહેતા રવિ ચાઇનીઝ વાળાના સંબંધી રામચંદ્ર બાબુરાવ પાટીલ તેને મળ્યો હતો. તારા મિત્રો શર્માજીના રૂમમાં રમે છે ત્યાં તને બોલાવે છે તેમ કહેતા તરૂણી ત્યાં ગઇ હતી. પાછળ રામચંદ્ર પાટિલ પણ ગયો હતો. ત્યારબાદ તેણે રૂમનો દરવાજો બંધ કરી 3 વાર દૂષ્કર્મ કર્યું હતું. આ હકીકતથી ચોંકી ગયેલા માતાએ વાપી ડુંગરા પોલિસ મથકમાં 16 માર્ચ 2017ના રોજ આરોપી રામચંદ્ર બાબુરાવ મિસ્ત્રી પાટિલ.ઉ.27,રહે.છરવાડા, માસ્ટર ફળિયા,હસમુખની ચાલ, રૂ.નં.3તા.વાપીના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલિસે પોક્સો એકટ સહિતની આઇપીસી કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

આ કેસમાં ડુંગરા પોલિસે ઘનિષ્ટ તપાસ કરી કોર્ટમાં કેસ ફાઇલ કર્યો હતો. જેમાં એક 13 વર્ષની બાળકી પર તેના પડોશમાં રહેતા યુવાને બળાત્કાર ગુજરાત યુવાન વિરુદ્ધ વાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ આ કેસ વલસાડની કોર્ટમાં ચાલતો હતો. દરમિયાન કોઈક કારણોસર ફરિયાદી પોતાની ફરિયાદથી ફરી જતા. મામલો ગુંચવાયો હતો. જો કે ડોક્ટરના મેડિકલ રિપોર્ટના આધારે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ તેમજ ભોગ બનનાર બાળકીના પરિવારને 7 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો. 

આ ઐતિહાસિક ચુકાદા અંગે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ જણાવ્યું કે, ફરિયાદી અને પીડિતા ટ્રાયલ દરમિયાન બંને પોતાની જુબાનીથી ફરી ગયા હતા. જો કે સારવાર કરનાર ડોક્ટર અને એફ.એસ.એલના પુરાવાના આધારે અને સુપ્રીમ કોર્ટના હેમુદાન ગઢવી વિરુદ્ધ ગુજરાત રાજ્યના ચુકાદાના આધારે આરોપીને સજા થવી જોઈએ. આવી ધારદાર દલીલો કરતા કોર્ટે સરકારી વકીલની દલીલને ગ્રાહ્ય રાખી આરોપીને 10 વર્ષની સખત કેદ અને 2000 નો દંડ અને દંડ ન ભરે  તો વધુ 1 વર્ષની કેદની સજા ફટકારી હતી. બળાત્કારના ગુન્હામાં ફરિયાદી ફરી જતા મેડિકલ રિપોર્ટના આધારે આરોપીને સજા કરવાનો વલસાડ જિલ્લામાં આ પ્રથમ કિસ્સો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news