નદીની કોતરમાં પોલીસે ખોદકામ કર્યું તો મળી આવ્યો એટલો દારૂ કે નદી વહેતી થાય

તાલુકા પોલીસે શેરખી ગામના કોતરમાં સુરંગ બનાવીને સંતાડવામાં આવેલો વિદેશી શરાબનો જથ્થો શોધી કાઢ્યો હતો. પોલીસે આશરે 76 હજારનો મુદ્દામાલ ખાડો ખોદીને રિકવર કર્યો છે. જ્યારે આ શરાબનો જથ્થો કોણે સંતાડયો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે સુરંગ ખોદીને આટલા મોટા પ્રમાણમાં દારૂ છુપાવવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. 

નદીની કોતરમાં પોલીસે ખોદકામ કર્યું તો મળી આવ્યો એટલો દારૂ કે નદી વહેતી થાય

હાર્દિક દીક્ષિત/વડોદરા : તાલુકા પોલીસે શેરખી ગામના કોતરમાં સુરંગ બનાવીને સંતાડવામાં આવેલો વિદેશી શરાબનો જથ્થો શોધી કાઢ્યો હતો. પોલીસે આશરે 76 હજારનો મુદ્દામાલ ખાડો ખોદીને રિકવર કર્યો છે. જ્યારે આ શરાબનો જથ્થો કોણે સંતાડયો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે સુરંગ ખોદીને આટલા મોટા પ્રમાણમાં દારૂ છુપાવવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. 

વડોદરા તાલુકા પોલીસ મથકના કેતનસિંહ ઝાલા તેમજ  ભુપેન્દ્રસિંહ માહિડા સહિતના સ્ટાફને માહિતી મળી હતી કે શેરખી નાના ભાગમાં કોતરના ભાગે જમીનમાં સુરંગ બનાવીને બુટલેગર દ્વારા વિદેશી શરાબ સંતાડવામાં આવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પર ભુગર્ભ ખાનાઓ માં સંતાડવામાં આવેલી શરાબનો બોટલો કબ્જે લીધી હતી. ભારે જહેમત બાદ પોલીસે ખાડાઓ કરીને શરાબ શોધી કાઢી હતી.

બુટલેગર દ્વારા હવે શરાબ સંતાડવા માટે અવનવા કિમીયા અપનાવવામાં આવી રહ્યા છે. જ્યારે પોલીસ પર બુટલેગરો ને હંફાવવા માટે અપગ્રેડ થઈ છે. તાજેતરમાં સાવલી તાલુકાના દોળકા ખાતે આવી જ એક સુરંગમાં સંતાડવામાં આવેલો શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે તાલુકા પોલીસે પણ ભૂગર્ભમાં બનાવેલી ટાંકી માંથી દારૂ શોધી કાઢ્યો છે. જો કે આટલા મોટા પ્રમાણમાં દારૂ આવ્યો ક્યાંથી તે પણ હાલ પોલીસ તપાસી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news