આઠ રાજ્યો સુધી પહોંચ્યો ઓમિક્રોન, કેરલ, આંધ્ર, મહારાષ્ટ્ર, અને ચંડીગઢમાં નોંધાયા નવા કેસ

રવિવારે આંધ્ર પ્રદેશ, કેરલ અને ચંડીગઢમાં નવા વેરિએન્ટના પ્રથમ કેસ જ્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ વધુ એક-એક કેસ સામે આવ્યો છે. કુલ મળીને દેશમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 38 થઈ ગઈ છે. 

આઠ રાજ્યો સુધી પહોંચ્યો ઓમિક્રોન, કેરલ, આંધ્ર, મહારાષ્ટ્ર, અને ચંડીગઢમાં નોંધાયા નવા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. તેમ છતાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોન કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢ, દિલ્હી અને છ અન્ય રાજ્યો સુધી પહોંચી ગયો છે. રવિવારે આંધ્ર પ્રદેશ, કેરલ અને ચંડીગઢમાં નવા વેરિએન્ટના પ્રથમ કેસ જ્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ વધુ એક-એક કેસ સામે આવ્યો છે. કુલ મળીને દેશમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 38 થઈ ગઈ છે. 

દેશમાં ઓમિક્રોનના કેસ

મહારાષ્ટ્ર 18

રાજસ્થાન 9

કર્ણાટક 3

ગુજરાત 3

દિલ્હી 2

આંધ્ર પ્રદેશ 1

ચંદીગઢ 1

કેરળ 1

કોચ્ચિમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ
કેરલના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે જણાવ્યું કે કોચ્ચિમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવ્યો છે. સંક્રમિત વ્યક્તિ છ ડિસેમ્બરે યૂકેથી કોચ્ચિ આવ્યો હતો. આઠ ડિસેમ્બરે તેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેની બાજુમાં બેઠેલા હાઈ રિસ્કવાળા વ્યક્તિને જાણ કરી દેવામાં આવી છે. તેની પત્ની અને માતાનો પણ કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બધાને આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે. તો કેરલમાં રવિવારે કોરોનાના 3777 નવા કેસ સામે આવ્યા અને 34 લોકોના મૃત્યુ થયા છે. 

આંધ્ર પ્રદેશમાં સામે આવ્યો પ્રથમ કેસ
આંધ્ર પ્રદેશમાં આયર્લેન્ડથી પહોંચેલા એક વિદેશી યાત્રીમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. રાજ્યમાં ઓમિક્રોનનો આ પ્રથમ કેસ છે. 34 વર્ષીય વ્યક્તિ પહેલા મુંબઈ પહોંચ્યો હતો, જેનો તપાસમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બાદમાં 27 નવેમ્બરે તેને વિશાખાપટ્ટનમ જવાની મંજૂરી મળી હતી. વિજયમનગરમમાં બીજીવાર આરટી-પીસીઆર તપાસમાં તેના સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. 

કોઈ લક્ષણ દેખાયા નહીં
તેના સેમ્પલને જીનોમ ટેસ્ટિંગ માટે હૈદરાબાદ મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ ઓમિક્રોનથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી. આ વ્યક્તિમાં ચેપના લક્ષણો નહોતા. આંધ્રપ્રદેશના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આવેલા 15 વિદેશી પ્રવાસીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે હૈદરાબાદ મોકલવામાં આવ્યા છે. તેમાંથી 10 રિપોર્ટ આવ્યા છે, જેમાંથી એકમાં ઓમિક્રોન વાયરસ મળી આવ્યો છે.

દેશમાં કોરોનાની સ્થિતિ
24 કલાકમાં નવા કેસ 7774
કુલ સક્રિય કેસ 92,281
24 કલાકમાં રસીકરણ 89.38 લાખ
કુલ રસીકરણ 133.13 કરોડ

કર્ણાટકમાં ઓમિક્રોનનો ત્રીજો કેસ
તો કર્ણાટકમાં રવિવારે ઓમિક્રોનનો ત્રીજો કેસ મળ્યો છે. 34 વર્ષીય વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી આવ્યો હતો અને કોરોનાથી સંક્રમિત મળ્યો હતો. સંક્રમિત વ્યક્તિની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેના પ્રાથમિક સંપર્કમાં પાંચ લોકો જ્યારે દ્વિતીયક સંપર્કમાં 15 લોકો આવવાની માહિતી છે. આ બધાના નમૂના જીનોમ તપાસ માટે સંબંધિત લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news