Corona Breaking: રાજ્યમાં કોરોના વાયરસના નવા 94 કેસ, 5 લોકોના મૃત્યુ

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 2272  થઈ ગઈ છે. તો અત્યાર સુધી કુલ 95 લોકોના મૃત્યુ થયા છે. 

Corona Breaking: રાજ્યમાં કોરોના વાયરસના નવા 94 કેસ, 5 લોકોના મૃત્યુ

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વરતાવ્યો છે. રાજ્યમાં નવા 94 કેસ નોંધાયા છે. તો પાંચ લોકોના મૃત્યુ પણ થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના પીડિતોની કુલ સંખ્યા 2272 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 95 પર પહોંચી ગયો છે. તો સારવાર દરમિયાન વધુ પાંચ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા નોંધાયેલા 94 કેસોમાંથી 61 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. તો સુરતમાં 17, બોટાદમાં 2, રાજકોટમાં એક, અરવલ્લીમાં 5 અને વડોદરામાં 8 કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં ચાર લોકોના અને સુરતમાં એક વ્યક્તિનું મોત થયું છે. 

રાજ્યમાં નવા 94 કેસ, 5 લોકોના મૃત્યુ
મંગળવારે સાંજથી બુધવારે સવાર સુધી ગુજરાતમાં કોરોના વાયરસના નવા 94 કેસ સામે આવ્યા છે. તો મૃત્યુઆંકમાં પાંચનો વધારો થયો છે. નવા 94 કેસની સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2272 પર પહોંચી છે. તો પાંચ લોકોના મૃત્યુની સાથે કુલ મૃત્યુઆંક 95 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં નવા 61 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોના પીડિતોની સંખ્યા 1434 પર પહોંચી છે. તો સુરતમાં કુલ કેસોની સંખ્યા 364, વડોદરામાં 207 અને રાજકોટમાં 41 પર પહોંચી છે. તો પાંચ લોકોને સારવાર બાદ રજા પણ આપવામાં આવી છે. 

શું છે રાજ્યમાં કોરોનાની હાલની સ્થિતિ
રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના 2272 કેસ નોંધાયા છે. જેમાંથી હાલ 2020 એક્ટિવ કેસ છે. સારવાર લઈ રહેલા લોકોમાં 13 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 144 દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. તો કુલ 95 લોકોના મૃત્યુ થયા છે. 

અમદાવાદમાં વધુ 4 લોકોના મૃત્યુ
મંગળવારે સાંજથી બુધવારે સવારે જે પાંચ લોકોના મૃત્યુ થયા છે. તેમાં ચાર લોકોના મ-ત્યુ અમદાવાદમાં તો એક વ્યક્તિનું મૃત્યુ વલસાડમાં થયું છે. આ પાંચેય મૃત્યુ પુરૂષોના થયા છે. જેમાં બે પુરૂષોની ઉંમર 60 વર્ષ, તો એકની 52, એકની 56 અને વલસાડમાં જેનું મૃત્યુ થયું છે તેની ઉંમર 21 વર્ષની છે. 

રાજ્યમાં 28591 લોકો હોમ ક્વોરેન્ટાઇન
ગુજરાતમાં હાલ 28591 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. તો સરકારી ફેસિલીટીમાં ક્વોરેન્ટાઇન લોકોની સંખ્યા 3426 છે. જ્યારે ખાનગી ફેસિલીટીમાં ક્વોરેન્ટાઇનની સંખ્યા 300 છે. આમ કુલ 32317 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. 

ગુજરાતમાં અત્યાર સુધી 38059 ટેસ્ટ થયા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસના ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2516 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 206 લોકોના રિપોર્ટ પોઝિટિવ અને 2310 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો અત્યાર સુધી કુલ 38059 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 35787 ટેસ્ટ નેગેટિવ અને 2272 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. 

ગુજરાતના પાંચ જિલ્લામાં શૂન્ય કેસ
ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી 28 જિલ્લામાં કોરોના વાયરસ પહોંચી ગયો છે. માત્ર પાંચ જિલ્લામાં હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી. જેમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લા જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ સિવાય ડાંગ જિલ્લામાં પણ હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news