22 એપ્રિલઃ 'ડેઝર્ટ સ્ટોર્મ' જ્યારે સચિન તેંડુલકરે કરી ઓસ્ટ્રેલિયાના બોલરોની ધોલાઈ

રેકોર્ડના બાદશાહ પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે આમ તો ઘણી શાનદાર ઈનિંગ રમી પરંતુ ક્યરેય તેની ઈનિંગ વિજયી સાબિત ન થઈ શકી. આવું થયું 1998ના કોકા કોલા કપના મુકાબલામાં જે આજના દિવસે એટલે કે 22 એપ્રિલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયો હતો. સચિને તે મેચમાં 143 રન બનાવ્યા પરંતુ ટીમે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 

22 એપ્રિલઃ 'ડેઝર્ટ સ્ટોર્મ' જ્યારે સચિન તેંડુલકરે કરી ઓસ્ટ્રેલિયાના બોલરોની ધોલાઈ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સચિને તે મુકાબલામાં કમાલના અંદાજમાં બેટિંગ કરી અને ઓસ્ટ્રેલિયાના બોલરોની ધોલાઈ કરી હતી. તેણે એક છેડો સાચવ્યો અને આક્રમક અંદાજમાં રન બનાવ્યા હતા. તેણે 131 બોલ પર 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 143 રન બનાવ્યા હતા. 

સચિનનું 'ડેઝર્ટ સ્ટોર્મ'
સચિન આ મેચમાં અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે 131 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 143 રન બનાવ્યા હતા. ઓપનિંગ કરવા આવેલ સચિન 43મી ઓવરના અંતિમ બોલ પર આઉટ થયો હતો. તેના બાદ ટીમમાં સૌથી વધુ સ્કોર 35 રન નયન મોંગિયાએ બનાવ્યો હતો.

મેચમાં રેતીના તોફાનને કારણે વિઘ્ન
ઓસ્ટ્રેલિયાની ટીમે આ મુકાબલામાં 7 વિકેટ પર 284 રન બનાવ્યા હતા. મેચમાં તોફાન અને હવામાં રેતી ઉડવાને કારણે વિઘ્ન પડ્યું હતું. પછી ભારતને 46 ઓવરમાં જીત માટે 276 રનનો લક્ષ્ય મળ્યો હતો. ભારતીય ટીમે 5 વિકેટ પર 250 રન બનાવ્યા અને નેટ રનરેટના આધારે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 

ભારત હાર્યું મેચ, છતાં ફાઇનલમાં
ભારતીય ટીમે તે મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો પરંતુ નેટ રનરેટના આધાર પર તેણે ન્યૂઝીલેન્ડને પાછળ છોડી ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું હતું. 

સચિનને વિકેટ પણ મળી, બેવનની સદી
ઓસ્ટ્રેલિયા માટે માઇકલ બેવને અણનમ 101 રન બનાવ્યા જ્યારે માર્ક વોએ 81 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય ટીમ માટે વેંકટેશ પ્રસાદે બે વિકેટ, અનિલ કુંબરે, હરવિંદર સિંહ, હરભજન સિંહ અને સચિન તેંડુલકરને એક-એક વિકેટ મળી હતી. 

વોર્નર ધોવાયો, ફ્લેમિંગ-મૂડીને 2-2 વિકેટ
મેચમાં શેન વોર્ન કંઇ ખાસ ન કરી શક્યો. તેણે 9 ઓવરમાં 39 રન આપ્યા પરંતુ વિકેટનું ખાતું ખાલી રહ્યું હતું. ડેમિયન ફ્લેમિંગ, ટોમ મૂડીને 2-2 વિકેટ મળી જ્યારે સ્ટીવ વોને એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news