રસપ્રદ ચુકાદો! પતિ-સંતાનોથી અલગ થઈને બિન્દાસ જીવતી પત્નીને કોર્ટે કર્યો ભરણપોષણનો હુકમ

Dahod Court Judgement : પતિ બાળકોનો ત્યાગ કરીને એકલવાયુ જીવન હોવાથી પતિએ લીમખેડા કોટમાં કરાઈ અરજી, કોર્ટ દ્વારા મહિલા હેડ કોન્સ્ટેબલને બાળકોના ભરણ માટે આપ્યો હુકમ

રસપ્રદ ચુકાદો! પતિ-સંતાનોથી અલગ થઈને બિન્દાસ જીવતી પત્નીને કોર્ટે કર્યો ભરણપોષણનો હુકમ

Dahod News : દાહોદ જિલ્લામાં મહિલા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરત બજાવતી મહિલાએ વ્યાજબી કારણ વિના પતિ તથા બે બાળકોનો ત્યાગ કરી મનસ્વી રીતે એકલવાયુ જીવન ગુજારતી હતી. જેથી બાળકોની ભરણ પોષણની જવાબદારી તેની માતાની થતી હોઈ મહિલાના પતિએ આ મામલે લીમખેડા કોર્ટમાં ભરણ પોષણની અરજી કરી હતી. જેના આધારે કોર્ટ મહિલા કોન્સ્ટેબલને બે બાળકોને ભરણ પોષણ માટે 7 હજાર આપવાનો ચુકાદો આપ્યો છે. 

દાહોદ જિલ્લાના તોયણી ગામના જયેશભાઈ પટેલના લગ્ન પંચેલાની ઉર્વશી પટેલ સાથે 19 વર્ષ અગાઉ થયા હતા. બન્નેને વસ્તારમાં બે બાળકો મોટો પુત્ર ભાગ્યેશ અને નાનો પુત્ર પ્રિન્સ છે. લગ્નનના 16 વર્ષે બાદ પતિ પત્ની વચ્ચે ખટરાગ ચાલતો હતો. ઉર્વશીબેન દાહોદ જિલ્લાના રંણધીકપુર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં છે. અગાઉ તેમણે પતિ સામે શારીરિક-માનસિક ત્રાસનો કેસ પણ કર્યો હતો. ત્યાર બાદથી ઉર્વશીબેન પતિ તથા બે બાળકોનો ત્યાગ કરી મનસ્વી રીતે એક્લવાયું જીવન ગુજારતા હતા. બાળકોને માતૃપ્રેમથી વંચિત રાખી માતાની ફરજ નહીં નિભાવવા સાથે છુટાછેડા લેવા માટે જુદા-જુદા કેસો કરી માનસિક ત્રાસ ગુજારતા હતા.

તો બીજી તરફ બે બાળકોની ભરણ પોષણની જવાબદારી માતાની પણ થતી હોય પતિ જયેશભાઇએ પત્ની સામે 2023 લીમખેડા ફેમેલી કોર્ટમાં ભોરણ પોષણની અરજી કરી હતી. આ કેસ ચાલી જતાં લીમખેડા ફેમીલી કોર્ટના જજ એમ.એસ સોનીએ હાલમાં દાહોદ મહિલા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજાધિન ઉવર્શિબેનને બે સગીર બાળકોના ભરણ પોષણ પેટે 3500-3500 મળી એક કુલ 7000 દર મહિને ચુકવવાનો ચુકાદો આપ્યો છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news