અનુરાગ કશ્યપે તાપસી પન્નુને કહ્યું 'તુ બહુ ખરાબ છે'...જાણો કેમ?

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ ઈન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક વીડિયો શેર કર્યો જેમાં તે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની સાથે જીમમાં વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. 
અનુરાગ કશ્યપે તાપસી પન્નુને કહ્યું 'તુ બહુ ખરાબ છે'...જાણો કેમ?

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ ઈન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક વીડિયો શેર કર્યો જેમાં તે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની સાથે જીમમાં વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. 

તાપસીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે ડાઈરેક્ટર-એક્ટર જે સાથે વર્કઆઉટ કરે છે તેઓસાથે મજેદાર સ્ટોરીઝ કરે છે અને સાથે જ સારી યાદો પણ ઘડે છે. કાશ હું તમને અહીં એ સમજાવી શકત પરંતુ હવે જલદી રાતના ભોજનનો સમય થશે અને કેટલાક લોકોના પાચન માટે આ સારું નથી. આથી હાલ હું એમ જ કહી શકું કે તમને જલદી જીમમાં મળીશ અનુરાગ કશ્યપ...ટ્રાઈસેપ્સ વર્સિસ ક્વાડ્રીસેપ્સ...ચજલો આ ખેલને શરૂ કરીએ.

A post shared by Taapsee Pannu (@taapsee) on

આ વીડિયો જ્યારે અનુરાગ કશ્યપે જોયો તો તેણે જવાબ આપ્યો કે તું બહુ  ખરાબ છે. હવે આ વીડિયો જલદી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બંનેએ એક સાથે 2018માં આવેલી ફિલ્મ મનમર્ઝિયામાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં વિક્કી કૌશલ અને અભિષેક બચ્ચન પણ હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news