કોરોનાઃ હવે જે પણ નવો પોઝિટિવ કેસ આવશે તેને નવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશેઃ આરોગ્ય સચિવ

આરોગ્ય સચિવે જણાવ્યું કે, લેબોરેટરી ટેસ્ટિંગમાં પાંચ મેડિકલ કોલેજ છે. એક ખાનગી હોસ્પિટલમાં આમ રાજ્યમાં છ લેબ ઉપલબ્ધ છે. 

 કોરોનાઃ હવે જે પણ નવો પોઝિટિવ કેસ આવશે તેને નવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશેઃ આરોગ્ય સચિવ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિની માહિતી આપવા માટે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવીએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, સાંજે રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. તે વ્યક્તિની ઉંમર 37 વર્ષ છે. આ કેસમાં વ્યક્તિની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. હાલ રાજ્યમાં 20304 લોકો ક્વોરેન્ટાઈનમાં છે. તો તેનો ભંગ કરનાર 236 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. બે કરોડથી વધુ લોકોનો સર્વે કરી દેવામાં આવ્યો છે. ડોમેસ્ટિક ફ્લાઇટમાં સામેલ લોકોને પણ હવે ચેક કરવામાં આવી રહ્યાં છે. હવે નવા પોઝિટિવ કેસને નવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. 

આરોગ્ય સચિવે જણાવ્યું કે, લેબોરેટરી ટેસ્ટિંગમાં પાંચ મેડિકલ કોલેજ છે. એક ખાનગી હોસ્પિટલમાં આમ રાજ્યમાં છ લેબ ઉપલબ્ધ છે. વેન્ટિલેટર માટે વિદેશથી પણ શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. હાલ 156 વેન્ટિલેટરના ઓર્ડર આપવામાં આવ્યા છે. રાજ્યમાં જે લોકોમાં કોરોના પોઝિટિવ છે તેના માટે વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાની ગાઇડલાઇન પ્રમાણે આઈસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. એક સપ્તાહમાં ગુજરાતમાં સર્વે પૂરો કરી લેવામાં આવશે. આ સાથે તેમણે ખાસ કહ્યું કે, અફવઓથી દૂર રહો.

'અમારે પણ જીવવું છે, 2021 જોઈ શકીએ એવો સહકાર આપવા વિનંતી છે', મહિલા અધિકારીની ભાવુક પોસ્ટ

પત્રકાર પરિષદમાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, આજે કેટલિક શાક માર્કેટમાં ભીડ જોવા મળી હતી. આ સાથે પોલીસ વડાએ કહ્યું કે, ઘરમાં રહો સુરક્ષિત રહો. પોલીસને પણ ફરજ શાંતિથી અને સુરક્ષિત બજાવવા માટે નમ્રતાથી બજાવવાનું કહ્યું છે. પોલીસનો કંટ્રોલ પણ 24 કલાક કાર્યરત છે. જે લોકો એક શહેરમાંથી જઈ રહ્યાં છે પોલીસ તેની મદદ કરી રહી છે. હોમ ક્વોરેન્ટાઇનમાં પોલીસ અને હેલ્થ વિભાગ તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news