કોરોના મહામારી પર G20 દેશોની ઓનલાઇન ઇમરજન્સી બેઠક શરૂ, પીએમ મોદી પણ હાજર
કોરોના વાયરસ (Coronavirus)ના વિરૂદ્ધ જંગ કેવી રીતે જીતી શકાય, તેના સમાધાન માટે G20ની ઇમરજન્સી બેઠક શરૂ થઇ ગઇ છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)પણ વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા હાજર છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના વિરૂદ્ધ જંગ કેવી રીતે જીતી શકાય, તેના સમાધાન માટે G20ની ઇમરજન્સી બેઠક શરૂ થઇ ગઇ છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)પણ વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા હાજર છે. કોરોના સંક્રમણના લીધે આ વખતે સંમેલન વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા થઇ રહ્યું છે. એટલા માટે તેને જી-20 વર્ચુઅલ સમિટ નામ આપવામાં આવ્યું છે.
આ વખતે સાઉદી અરબ જી-20 સંમેલનનું આયોજન કરી રહ્યો છે. બુધવારે જ પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે કોવિડ-19 મહામારીનો સામનો કરવામાં જી-20 એક મહત્વપૂર્ણ રોલ ભજવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આજની બેઠકમાં કોરોના વાયરસની સારવાર અને તેની અસર ઓછી કરવાના ઉપાય પર ચર્ચા થશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે તે આજે આ મુદ્દે અસરકારક અને લાભકારી ચર્ચાની આશા કરી રહ્યા છે. જી-20 બેઠક દરમિયાન કોરોના વાયરસની સારવારને લઇને વ્યાપક ચર્ચા થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જી-20 શિખર સંમેલનમાં 19 ઔદ્યોગિક દેશ અને યૂરોપિયન યૂનિયન ભાગ લઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે