ભચાઉ : યુવકના પોઝિટિવ કેસના રિપોર્ટ મામલે તંત્રએ મોટો છબરડો વાળ્યો
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છના ભચાઉના પોઝિટિવ કેસ બાબતે તંત્ર દ્વારા કાચું કપાયું. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ખુલાસો કરાયો કે, અગાઉ જે દર્દીનો કોરોના (Coronavirus) નો રિપોર્ટ પોઝિટિવ આપ્યો હતો, તે હકીકતમાં નેગેટિવ આવ્યો છે. ક્વોરન્ટાઈન (Quarantine) સહિતના પગલા લેવાયા બાદ તંત્ર દ્વારા ખુલાસો કરાતા અનેક સવાલો ઉભા થયા છે. જાણકારોના મત પ્રમાણે આંતરિક સંકલનના અભાવના કારણે તંત્રે છબરડો માર્યો છે. પહેલા પણ કચ્છના તંત્ર દ્વારા પોઝિટિવ પુરુષને મહિલા દર્શાવાયાની ભૂલ કરાઈ હતી. જેના બાદ તંત્રનો આ બીજો મોટો ગંભીર છબરડો સામે આવ્યો છે.
કોરોનાના વિસ્ફોટ પર બેસેલા અમદાવાદમાં રોજ નવા 250થી વધુ કેસ આવી રહ્યાં છે
ગાંધીધામની હોસ્પિટલમાં દાખલ લિવરના દર્દથી પીડાતાં ભચાઉના 36 વર્ષના એક યુવક હરેશ પરમારનો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું તંત્ર દ્વારા જાહેર કરાયું હતું. રિપોર્ટમાં તંત્રએ મોટો છબરડો વાળ્યો છે. તંત્રએ મોડી રાત્રે જાહેર કરેલી માહિતી મુજબ, એકસરખા નામવાળા બે દર્દીના પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટના કારણે ગેરસમજ થતાં ભચાઉનો યુવક પોઝિટિવ હોવાનું જાહેર થયું હતું.
આ યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું માની આરોગ્ય વિભાગની ટીમો ભચાઉમાં યુવકના ઘરે દોડી ગઈ હતી. તો, ગાંધીધામમાં જે ડૉક્ટરની હોસ્પિટલમાં યુવકે સારવાર મેળવી હતી, તે તબીબની હોસ્પિટલે પણ દોડી જઈ તેના aસંપર્કમાં આવેલાં લોકોની વિગતો મેળવવાનું શરૂ કર્યું હતું. જોકે, મધરાત્રે યુવકનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું જાહેર થયું છે. એકસરખા નામના કારણે આ ગેરસમજ ફેલાઈ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પ્રેમ કુમાર કન્નરે જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે