હાર્દિક પટેલના અલ્પેશ ઠાકોર અને ભાજપ સામે સણસણતા સવાલ, જુઓ વીડિયો
હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવા જઇ રહેલા અલ્પેશ ઠાકોર મુદ્દે અણીયારા સવાલા કરતાં હાર્દિક પટેલે આડકતરો ઇશારો કર્યો છે આ માત્રને માત્ર સત્તા માટેનું સમીકરણ છે. કોંગ્રેસ સત્તામાં નથી ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જવાનો અર્થ એવો થાય કે આ સત્તા માટે જ છે. હાર્દિક પટેલે સરકાર અને ભાજપની નીતિ સામે પણ આકરા સવાલ કર્યા.
Trending Photos
અમદાવાદ : હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવા જઇ રહેલા અલ્પેશ ઠાકોર મુદ્દે અણીયારા સવાલા કરતાં હાર્દિક પટેલે આડકતરો ઇશારો કર્યો છે આ માત્રને માત્ર સત્તા માટેનું સમીકરણ છે. કોંગ્રેસ સત્તામાં નથી ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જવાનો અર્થ એવો થાય કે આ સત્તા માટે જ છે. હાર્દિક પટેલે સરકાર અને ભાજપની નીતિ સામે પણ આકરા સવાલ કર્યા.
હાર્દિક પટેલે ઝી 24 કલાક સાથેની મુલાકાતમાં કહ્યું કે, ખૂબ નવાઇ લાગે છે. ખતરો એ લોકો માટે નથી પરંતુ જનતા માટે છે. કે જેમણે એમના પર વિશ્વાસ મુક્યો હતો. છ મહિના પછી ભાજપ સારૂ નહીં લાગે તો કોંગ્રેસમાં આવશે? આવા લોકો સામે કોઇ સવાલ નથી કરતું. જે કરે એમની સામે આંગળીઓ ચીંધવામાં આવે છે. ગુજરાતના લોકો દુ:ખી છે ત્યારે ચર્ચા કરવાને બદલે કે ઉકેલ લાવવાને બદલે તમે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી રહ્યા છે આ વાત દુખી કરનારી છે.
ત્રણ યુવા ચેહરાઓ ત્રણેયની રાજનિતીમાં દિશા ફંટાઇ ગઇ છે? એક કોંગ્રેસમાં, એક અપક્ષમાં અને એક ભાજપમાં
આસવાલ મુદ્દે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમારી વિચારધારા સ્પષ્ટ છે કે, ગુજરાતના લોકો માટે લડવું છે. હવે ભાજપમાં જાઓ છો અને કોંગ્રેસને ગાળો આપો છો તેનો મતલબ શું? છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. સ્કૂલ, કોલેજોના કોઇ ઠેકાણા નથી. ખેડૂતો પરેશાન છે. વરસાધ છે નહીં તો પાકને નુકસાન થઇ રહ્યું છે. રોડ રસ્તાના ઠેકાણા નથી. ગામડાઓ ગરીબ બનતા જાય છે. તો સવાલ કોને કરશું. અમારે તો ભાજપને જ કરવાનો હોય ને. કોંગ્રેસની 25 વર્ષથી સરકારમાં હોય અને કોંગ્રેસ કોઇ કામ ના કરતી હોય તો અને તમે ભાજપમાં જઇને સવાલ કરો તો યોગ્ય લાગે. તો કહેવાનો અર્થ એ છે કે તમે મુદ્દા સાથે સવાલ કરવા નથી માગતા તમે સત્તામાં જવા માગો છો. અને અમારી વિચાર ધારા વ્યક્તિગત રૂપે સ્પષ્ટ હતી કે, સરકાર લોકોને ન્યાય કરે છે કે અન્યાય તો તેની વિરૂદ્ધમાં લડવું પડે.
2017 પહેલા અલ્પેશને એવું લગાતું હતું કે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે એટલા માટે કોંગ્રેસમાં જોડાયા હતા?
આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પસંદ નથી તો એક વર્ષ પહેલા ભાજપમાં જવું હતું ને. તમે કોંગ્રેસના સિમ્બોલ પર ધારાસભ્ય બન્યા છો. તમારી આટલી લોકચાહના હતી. સરકારની વિરૂદ્ધમા લડતા હતા એટલે હતી. લોકોને લડવાવાળા માણસો ગમે છે. કોઇના ખોળામાં બેસી જાઓ તમે અને તેની જોડે દુધ અને દહીમાં પગ રાખવાનું કામ તો મતલબ શું છે. આજે ગુજરાતની આટલી બધી પરેશાની છે તો તેના વિરૂદ્ધ બોલો ને. તમે શા માટે સરકારની વાહવાહી કરો છો. સરકારની વાહવાહી થતી હોત તો છેલ્લા બે વર્ષમાં એક જ સરકારી કોલેજ ખુલી, કેમ 40 પ્રાઇવેટ કોલેજો ખુલી. સરકારી કોલેજો નથી ખુલતી, શિક્ષણ ખરાબ થતુ જાય છે. જ્યાથી અલ્પેશભાઇ ચૂંટણી જીત્યા છે રાધનપુરમાંથી ત્યાં પાણીની તંગી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પાણીની તંગી છે. સવાલ સરકાર સાથે થશે કોંગ્રેસ સામે થોડી થશે.
વધુમાં હાર્દિકે જણાવ્યું કે, તમે અલ્પેશના નિવેદનો સાભળોને, તેમના સવાલો જુઓને, તેઓ શું કહેતા હતા નરેન્દ્ર મોદીને, તેઓ શું કહેતા હતા ભાજપને, હવે તે સારા લાગી ગયા. આટલું બધુ ચેન્જ જ્યારે આવે કોઇ વ્યક્તિમાં ઘણા બધા સવાલ ઉભા થતા હયો છે. હવે વાત રહી નરેન્દ્ર મોદીનું સાસન ગમ્યું એટલે લોકોએ ચૂંટ્યા, દેશના વડાપ્રધાન બની ગયા પરંતુ ગુજરાતમાં શું થયું. ગુજરાતમાં ક્યાં શિક્ષણ છે, વિધાનસભાના એક ધારાસભ્ય તરીકે જે આંકડાઓ રજૂ થાય છે તે આંકડાઓ તો ધ્યાનથી જુઓ. બેરોજગારીનો આકંડો કેટલે પહોંચ્યો, ગૌચરની જમીનો વેચી મારી, ખેડૂતોએ પોતાની જમીનો વેચી દેવી પડી. શિક્ષણના કોઇ ઠેકાણા નથી. પ્રતિ દિન ગુજરાતની અંદર ક્રિમિનલ બનાવો બની રહ્યાં છે. તમે એક ધારાસભ્ય તરીકે વિધાનસભાના આંકડા નથી જોતા અને તમે એવું કહો છો કે અમને નરેન્દ્રભાઇ બહુ સારા લાગ્યા એટલે અમે ભાજપમાં જતા રહ્યાં. તો ગુજરાતની જનતાનું શું?
આ લોકશાહી વાળો દેશ છે અહીં સરકાર પણ હોય અને વિપક્ષ પણ હોય. વિપક્ષ નહીં હોય તો સરકાર પોતાની મનમાની કરશે. તો સરકાર એવું ઇચ્છે છે કે વિપક્ષ જ ના રહે એટલે તો તેઓ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી લે છે. આ ન હોવું જોઇએ અને મારુ માનવું છે કે, જ્યાં સુધી આવુ ચાલતુ રહેશે ત્યાં સુધી ગુજરાતનું સારુ નથી થવાનું. આ એક કોંગ્રેસના વ્યક્તિ તરીકે નહીં પરંતુ સામાન્ય નાગરિગ અને જનતાને સમજીને હું કહું છું કે ગુજરાતના લોકો દુ:ખી છે. તે સમયે તમે ગુજરાતના મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરવાને બદલે તમે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરો છો. તેનો અર્થ એવો થયો છે કે, તમે 25 વર્ષમાં કાંઇ કામ નથી કર્યું.
અલ્પેશના રાજીનામા અંગે હાર્દિક પટેલે શું કહ્યું? વીડિયો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે