લદ્દાખમાં તણાવ વચ્ચે ઉતરાખંડમાં પણ સેના સતર્ક, માર્ગ નિર્માણનું કામ બમણી ગતિએ ચાલુ કર્યું
Trending Photos
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં હાલના દિવસોમાં તણાવ ચાલી રહ્યો છે. ગત્ત એક મહિનાથી બંન્ને દેશની સેનાઓ અહીં સામ સામે છે. આ મુદ્દે વાતચીતનો ઉકેલ લાવવા અંગે કામ ચાલી રહ્યું છે. જો કે ચીનનો સામનો કરવા માટે ભારતીય સેના પુર્ણ રીતે સમર્થ છે. માત્ર લદ્દાખ સીમા જ નહી પરંતુ ઉતરાખંડની સીમા નજીક પણ ભારતે પોતાની ચોકસાઇમાં વધારો કર્યો છે. આ સાથે જ માર્ગ નિર્માણ અને પુલ નિર્માણનાં કામોની ઝડપ પણ વધારી દીધી છે.
ભારતીય સેના ઉતરાખંડમાં પણ ચીન સીમા પર સતત નજર રાખી રહી છે. 1962 માં ઉતરાખંડની નેલાંગ ઘાટીમાં ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થયું હતું. અહીં 8000 ફીટની ઉંચાઇ પર ભારત-ચીન સરહદના અંતિમ ગામમાં જ 1962નું યુદ્ધ થયું હતું. અહીં નેલાંગ ખીણમાં ભારત-ચીન સીમા પર આવેલ અંતિમ ગામમાં યુદ્ધનાં નિશાન આજે પણ છે. આ વખતે પણ ખતરો છે કે ચીન પોતાની બે હવાઇ પટ્ટીઓ પર ફાઇટર પ્લેન તહેનાત કરી લીધા છે, જો કે ભારતે પણ પોતાની તૈયારી પુર્ણ કરી લીધી છે.
લદ્દાખમાં ચીન સાથે વધી રહેલા વિવાદ વચ્ચે ઉત્તરાખંડમાં ચીન સીમા પર ભારતનાં સરહદી વિસ્તારમાં પણ તણાવ વધી ચુક્યો છે. ભારતીય સેના આ વિસ્તારમાં પણ પોતાની તૈયારીઓમાં વધારો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 62ના યુદ્ધમાં પણ ચીને આ વિસ્તારને પોતાનું નિશાન બનાવ્યો હતો.
અહીં હર્ષિલ શહેર નજીક આવેલા નેલાંગ ઘાટી તરફ જવા માટ માર્ગ નિર્માણની ઝડપ બમણી કરી દેવામાં આવી છે. અહીં સેનાનાં ટ્રક અને ITBP ની બસોમાં સરહદી વિસ્તાર જતા જવાનો જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં ચીને હજી સુધી કોઇ હરકત કરી નથી. જો કે સેના સંપુર્ણ સતર્ક રીતે કામ કરી રહી છે.
મોડી રાત્રે પડેલા ભારે વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધી સર્જી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે