અનલોક 1.0 ની અસર? 24 કલાકમાં રેકોર્ડ 9304 કોરોના પોઝિટિવ દર્દી આવતા હડકંપ
Trending Photos
નવી દિલ્હી : કોરોના વાયરસા કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. અનલોક 1ની અસર દેખાઇ રહી હોય તેમ ગુરૂવારે સ્વાસ્થય મંત્રાલયનાં રિપોર્ટમાં છેલ્લા 24 કલાકમાં 9304 નવા કેસ આવ્યા છે. જ્યારે આ બિમારીનાં કારણે 260 લોકોનાં મોત નિપજ્યાં છે. જે આજ સુધીનો રેકોર્ડ આંકડો છે. જો કે બીજી તરફ 3804 લોકો સ્વસ્થ પણ થયા છે.
હવે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 2,16,916 છે. જે પૈકી 6,075 લોકોનાં મોત નિપજ્યાં છે. રાહતના સમાચાર છે કે, 50 ટકા એટલે કે 1,04,107 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ચુક્યા છે. હાલ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,06,737 છે. ગત્ત થોડા દિવસામાં દર્દીઓ સારા થયાનો આંકડો ઝડપથી વધી રહ્યો છે.
કોરોનાથી સૌથી વધારે મહારાષ્ટ્ર પ્રભાવિત છે. અહીં કુલ દર્દીઓનો આંકડો 75 હજાર છે. અત્યાર સુધી 2,587 જીવ ગુમાવી ચુક્યા છે. જ્યારે 32 હજારથી વધારે લોકો સ્વસ્થય થઇ ચુક્યા છે. અત્યાર સુધી 40 હજાર એક્ટિવ કેસ છે. બીજા નંબર પર તમિલનાડુ છે જ્યાં 26 હજારથી વદારે કેસ છે અને 208 લોકોનાં મોત નિપજ્યાં છે.
કોરોના કેસ મુદ્દે ત્રીજા નંબર પર દિલ્હી છે. અહીં 23 હજારથી વધારે કેસ આવી ચુક્યા છે. જેમાં 606 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 9542 લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. ચોથા નંબર પર રહેલું ગુજરાતમાં કુલ દર્દીઓની સંખ્યાનો આંકડો 18 હજારને પાર પહોંચી ચુક્યો છે. જેમાં 1122 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
મોડી રાત્રે પડેલા ભારે વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધી સર્જી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે