દુષ્કર્મના આરોપી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની સાઈડ લઈને ભાજપ ભરાયું, હાઈકોર્ટે લીધો બરાબરનો ઉધડો
BJP MLA Gajendrasinh Parmar : ભાજપ MLA ગજેન્દ્રસિંહ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાશે... ગુજરાત હાઈકોર્ટે કહ્યું, કોઈના ચારિત્ર્યની હત્યા કરીને MLAને બચાવો નહીં, પહેલા તેનું ચરિત્ર જુઓ, આગ વગર ધૂમાડો ઉઠે નહીં
Trending Photos
Gujarat Highcourt : ભાજપના પ્રાંતિજના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર દુષ્કર્મના કેસમાં બરાબરના ભરાયા છે. ગજેન્દ્રસિંહ પરમાર સામે કેસ નહિ નોંધાયા હાઈકોર્ટે આકરા તેબવર બતાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, કોઈના ચારિત્ર્યની હત્યા કરીને MLAને બચાવો નહીં, પહેલા તેનું ચરિત્ર જુઓ, આગ વગર ધૂમાડો ઉઠે નહીં. આરોપી ધારાસભ્ય છે એટલે ફરિયાદ નથી નોંધાઈ?
હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવતાં કહ્યું હતું કે સામાન્ય રીતે 406 જેવા કિસ્સાઓમાં તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે છે. પરંતુ શું આરોપી ધારાસભ્ય છે એટલે ફરિયાદ નોંધવામાં આવી નથી? દુષ્કર્મના આક્ષેપોનો આ ગંભીર કેસ છે છતાં ફરિયાદ નોંધ્યા પહેલાં શા માટે પૂછપરછ કરવામાં આવી? સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, કોઈના ચારિત્ર્યની હત્યા કરીને MLAને બચાવો નહીં, પહેલા તેનું ચરિત્ર જુઓ, આગ વગર ધૂમાડો ઉઠે નહીં.
મહિલાએ રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી
ગુજરાતમાં કાર્યવાહી ન થતાં આ મહિલાએ રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આક્ષેપ કર્યો છે કે, ઓગસ્ટ ૨૦૨૦માં તે ગજેન્દ્રસિંહ પરમાર સાથે જેસલમેર જઇ રહી હતી, ત્યારે આબુ રોડ પર આવતા તેણે મહિલા સાથે આવેલી તેની સગીર પુત્રી સાથે શારિરીક છેડછાડ કરી હતી અને આ બાબતે અરજી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે સિરોહી પોલીસે કોઇ પગલા ન ભરતા કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા અને છેવટે કોર્ટના હુકમના આધારે ગજેન્દ્ર પરમાર અને ધમકી આપનાર મહેશ પટેલ વિરૂદ્વ ગુનો નોંધવાનો આદેશ કરતા ફરિયાદ નોંધાઇ છે. ગજેન્દ્રસિંહ પરમાર હાલમાં પ્રાંતિજનો ધારાસભ્ય અને એક સમયના પૂર્વમંત્રી છે.
ગજેન્દ્રસિંહ પરમાર સતત વિવાદમાં
પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ગજેન્દ્રસિંહ પરમાર સતત વિવાદમાં રહે છે. શારિરીક શોષણ કરનાર મહિલાએ તેમના વિરૂદ્વ રાજસ્થાનના સિરોહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે ગજેન્દ્રસિંહ વિરૂદ્વ તેની સગીર દીકરી સાથે શારિરીક છેડછાડ કર્યાનો આરોપ મુક્યો હતો. આ કેસમાં પોલીસે કાર્યવાહી ન કરતાં મહિલા કોર્ટમાં પહોંચી હતી. જેમાં કોર્ટે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. મહિલાએ આરોપ મૂકતાં જણાવ્યું છે કે, 2020માં તે સગીર પુત્રીને લઇને ગજેન્દ્રસિંહ પરમાર સાથે રાજસ્થાનના જેસલમેર ખાતે જઇ રહી હતી.
મહિલા દીકરીને લઈને કારમાંથી ઉતરી ગઈ હતી
આ દરમિયાન આબુરોડમાં મહિલા કારમાંથી નીચે ઉતરતાં આ સમયે સગીર દીકરી સાથે ગજેન્દ્ર સિંહ પરમારે છેડતી કરતાં તે ગભરાઈને બહાર નીકળી ગઈ હતી. જે સમયે બબાલ થતાં તેઓ અમદાવાદ રિટર્ન આવી ગયા હતા. આ અંગે સિરોહી પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા વિરૂદ્વ અરજી કરવામાં આવી હતી. પંરતુ, પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. આ દરમિયાન સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન અને સાબર ડેરીના પૂર્વ ચેરમેન મહેશ પટેલે મહિલાના ઘરે આવીને મારી નાખવાની ધમકી આપી હતી. જેઓ સામે પણ સગીર દીકરી સાથે છેડછાડના ગંભીર આરોપો છે. આ કેસમાં ગંભીર કલમો અંતર્ગત પોલીસ કાર્યવાહી કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે