ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર

Government Job: રાજ્યના મહેસૂલ વિભાગે એક આદેશમાં જણાવ્યું છે કે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં કલેક્ટર કચેરીમાં કાયદા અધિકારીઓની જગ્યા ઉભી કરી કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અંગેની વય મર્યાદા પણ નિશ્ચિત કરવામાં આવેલી છે અને તેમાં સુધારો પણ કરવામાં આવ્યો છે.

ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર

Contract Based Recruitment: ગુજરાતમાં ભાજપની સરકાર ફરી રચાતાં નિયમોમાં પણ નવા નવા ફેરફારો આવી રહ્યાં છે. જિલ્લાઓમાં કાયદા અધિકારી હવે કલેક્ટરના કાયદા સલાહકાર રહશે. હવે સરકારે કલેક્ટર કચેરી બાદ ગુજરાત માહિતી આયોગમાં પણ કાયદા અધિકારી ભરવાનો નિર્ણય લીધો છે. જે માટે 7 જગ્યાઓ ભરવામાં આવશે. જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો 15મી ફેબ્રુઆરી અહીં સુધી અરજી કરી શકે છે. 

11 માસના કરાર આધારિત આ જગ્યાઓ માટે નિવૃત્ત અધિકારીઓને પણ લાયક ગણવામાં આવ્યા છે. 64 વર્ષની વય મર્યાદા નિવૃત્ત અધિકારીઓ માટે રાખવામાં આવી છે. અન્ય ઉમેદવારો માટે ઓછામાં ઓછી 30 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની વય મર્યાદા નક્કી કરાઈ છે. આમ સરકાર દરેક જગ્યાએ હવે કાયદાકીય રીતે પણ મજબૂત થવા માગે છે એટલે કાયદા સલાહકારોની નિમણુંક કરી રહી છે.

ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં સરકારે કાયદા અધિકારીઓની નિમુણુંક કરી હતી પરંતુ હવે તેમના હોદ્દામાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે એ કાયદા સલાહકાર ગણાશે. હવેથી આ અધિકારીઓ જિલ્લા કલેક્ટરના સલાહકાર તરીકે કામ કરશે. કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારિત અધિકારીઓને ૪૦ હજારની જગ્યાએ ૬૦ હજારનો માસિક પગાર મળશે. સરકારે પગારમાં પણ વધારો કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્યના મહેસૂલ વિભાગે એક આદેશમાં જણાવ્યું છે કે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં કલેક્ટર કચેરીમાં કાયદા અધિકારીઓની જગ્યા ઉભી કરી કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અંગેની વય મર્યાદા પણ નિશ્ચિત કરવામાં આવેલી છે અને તેમાં સુધારો પણ કરવામાં આવ્યો છે.

જિલ્લા કલેક્ટર કચેરીમાં જુદા જુદા નાણાંકીય વર્ષોમાં ૧૧ માસના ધોરણે કરાર આધારિત જગ્યાઓ મંજૂર થયા પછી તે જગ્યાને ભરવામાં આવી છે. પ્રત્યેક જિલ્લા કલેક્ટર પાસે એક કાયદા અધિકારી છે જેમને હવે કાયદા સલાહકારની પદવી આપવામાં આવી છે.

આ અધિકારીઓને અત્યાર સુધી માસિક ફિક્સ વેતન તરીકે ૪૦,૦૦૦ રૂપિયા આપવામાં આવતા હતા પરંતુ હવે મહેસૂલ વિભાગે તેમાં ૨૦,૦૦૦ રૂપિયાનો વધારો કર્યો છે જેથી આ અધિકારીઓને પ્રતિમાસ ફિક્સ ૬૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. પગાર વધારાનો આ લાભ ડિસેમ્બર ૨૦૨૨ની અસરથી મળવાનો શરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news