Anjali Death Case: અંજલિના મિત્ર નવિને નિધિ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, 'હોટલમાં શું થયું' તેનો પર્દાફાશ કર્યો

Delhi Kanjhawala Case: દિલ્હી હિટ એન્ડ રન કેસમાં જે યુવતીનું મોત થયું તે અંજલિના મિત્ર નવીને ઝી ન્યૂઝ પર મોટો ખુલાસો કર્યો છે. નવીને કહ્યું કે હોટલમાં પૈસા અંગે અંજલિ અને નિધિમાં ઝઘડો થયો હતો. દિલ્હીના અંજલિ કેસમાં 7માં આરોપીએ પોલીસ સામે સરન્ડર કર્યું છે. જ્યારે અંજલિના મિત્ર નવીને ઝી ન્યૂઝ પર મોટો ખુલાસો કર્યો.

Anjali Death Case: અંજલિના મિત્ર નવિને નિધિ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, 'હોટલમાં શું થયું' તેનો પર્દાફાશ કર્યો

Delhi Kanjhawala Case: દિલ્હી હિટ એન્ડ રન કેસમાં જે યુવતીનું મોત થયું તે અંજલિના મિત્ર નવીને ઝી ન્યૂઝ પર મોટો ખુલાસો કર્યો છે. નવીને કહ્યું કે હોટલમાં પૈસા અંગે અંજલિ અને નિધિમાં ઝઘડો થયો હતો. દિલ્હીના અંજલિ કેસમાં 7માં આરોપીએ પોલીસ સામે સરન્ડર કર્યું છે. જ્યારે અંજલિના મિત્ર નવીને ઝી ન્યૂઝ પર મોટો ખુલાસો કર્યો. નવીને જણાવ્યું કે પૈસા અંગે હોટલમાં અંજલિ અને નિધિ વચ્ચે ઝઘડો  થયો હતો તેણે એમ પણ કહ્યું કે તેણે નિધિને આ અગાઉ પહેલા ક્યારેય અંજલિ સાથે જોઈ નથી. 

છઠ્ઠા આરોપીનો સીસીટીવી વીડિયો
અત્રે જણાવવાનું કે અંજલિ કેસના છઠ્ઠા આરોપી આશુતોષનો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ રોહિણી સેક્ટર વનવાળા પોતાના ઘરની બહાર ઉભેલો દેખાય છે. આશુતોષને તેના મિત્રએ પહેલેથી બધુ જણાવી દીધુ હતું. આથી તે પોતાના ઘરની બહાર અંજલિ કેસના આરોપીઓની રાહ જોતો જોવા મળ્યો. 

કંઝાવલા કેસમાં મોટો ખુલાસો
નોંધનીય છે કે આ મામલે અન્ય અનેક ખુલાસા થયા છે. પોલીસના જણાવ્યાં મુજબ ઘટના સમયે કારમાં ફક્ત 4 આરોપી હતા. કાર અમિત ખન્ના ચલાવતો હતો અને દીપક ઘરમાં હતો. અમિત ખન્ના પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ નહતું. આથી દીપકે તેની જવાબદારી  લીધી કે કાર તે ચલાવતો હતો. 

અત્રે જણાવવાનું કે કેસની કહાની હવે ફિલ્મ દ્રશ્યમની જેમ ગૂંચવાઈ રહી છે. ગુરુવાર સુધી દિલ્હી પોલીસ કહેતી હતી કે કારમાં 5 આરોપી હતા. ત્યારબાદ શુક્રવારે ખબર પડી કે કારમાં 4 જ આરોપી હતા. ત્રણ દિવસ પહેલા સુધી પોલીસનો દાવો હતો કે કાર દીપક ખન્ના ચલાવતો હતો અને હવે પોલીસે જ ગુરુવારે જણાવ્યું કે કાર અમિત ખન્ના ચલાવતો હતો. 

દિલ્હી કંઝાવલા કેસમાં અન્ય એક વ્યક્તિનું નામ પણ સામે આવ્યું. તે અંજલિનો એક્સ બોયફ્રેન્ડ હોવાનું કહેવાઈ રહ્યું હતું. નામ ન ઉજાગર કરવાની શરતે તેણે કહ્યું કે 2 વર્ષ પહેલા  અંજલિ અને તે સહમતિથી અલગ થઈ ગયા. 1.5 વર્ષ પહેલા તેના લગ્ન થઈ ચૂક્યા છે અને એક બાળક પણ છે. ઘટનાવાળી રાતે તે હોટલમાં હાજર નહતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news