ભારતના ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણે આવશે ગુજરાત, આ છે ગુજરાતનો પ્લાન
Kite Festival: મકરસંક્રાંતિના દિવસે તેઓ પરિવાર સાથે અમદાવાદના જગન્નાથજી મંદિરે દર્શન કરવા પણ જતા હોય છે. અમિત શાહ કાર્યકરોના ઘરે જઈને તેમની સાથે ચિક્કી અને બારની મજા સાથે પતંગના પેચ લડાવતા હોય છે. અમિત શાહ હંમેશાં તહેવારો પરિવાર સાથે મનાવતા હોય છે અને વારંવાર આવે છે.
Trending Photos
Amit Shah Gujarat Visit: ભારતના ગૃહમંત્રી અમિત શાહ ૧૪ અને ૧૫ જાન્યુઆરીને ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં ઉજવશે. આ વખતે તેઓ અમદાવાદ ઉપરાંત પોતાના સંસદિય મતક્ષેત્ર હેઠળના કલોલમાં પણ પતંગોત્સવની ઉજવણી કરવા જશે તેમ જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે, ગતવર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર કલોલ મતક્ષેત્રમાં ભાજપનો વિજય થયો છે. અમિત શાહ ઉત્તરાયણનો તહેવાર પોતાના પરીવાર સાથે અમદાવાદમાં ઉજવતા રહ્યા છે.
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: ગુજરાતની આ શાળાઓમાં રોબોટિક્સ અને સ્ટેમ લેબ થશે શરૂ, ખાનગી કરતાં આ શાળાઓ બનશે હાઈટેક
આ વખતે તેઓ બે દિવસની રજાઓ દરમિયાન ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત કલોલમાં પતંગોત્સવ ઉજવશે. તદ્ઉપરાંત કચ્છ સરદહે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોની મુલાકાતનું પણ આયોજન થઈ રહ્યાનું જાણવા મળ્યુ છે. મકરસંક્રાંતિના દિવસે તેઓ પરિવાર સાથે અમદાવાદના જગન્નાથજી મંદિરે દર્શન કરવા પણ જતા હોય છે. અમિત શાહ કાર્યકરોના ઘરે જઈને તેમની સાથે ચિક્કી અને બારની મજા સાથે પતંગના પેચ લડાવતા હોય છે. અમિત શાહ હંમેશાં તહેવારો પરિવાર સાથે મનાવતા હોય છે અને વારંવાર આવે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આપના પગપેસારાને અટકાવવા ભાજપે પ્રાયરિટી પર કરવું પડશે આ કામ, સરકાર માટે ટફ
આ પણ વાંચો: 2024 માં દિલ્હીમાં ગાદી માટે ભાજપે બનાવ્યો આ પ્લાન, આ 160 સીટો મોદીને બનાવશે ફરી PM
આ પણ વાંચો: સીઆર પાટીલનો પ્લાન દિલ્હીમાં જશે ફેલ, ચૂંટણીના ચાણક્ય અમિત શાહે ઘડી નવી સ્ટ્રેટેજી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જવાબદારી હોવાથી અમિત શાહ મોટાભાગનો સમય ગુજરાતમાં રહ્યાં હતા. હાલમાં લોકસભાની ચૂંટમી પહેલાં અલગ અલગ રાજ્યો ગજવી રહ્યાં છે. અમિત શાહને ચૂંટણીના ચાણક્ય ગણાય છે. જેમની રણનીતિ ભાજપને ફાયદો કરાવી રહી છે. મોદીના ખાસ વિશ્વાસું હોવાથી રાજકારણના મોટાભાગના નિર્ણયમાં મોદી અમિત શાહની મંજૂરી જરૂરી સમજે છે. એટલે જ મોદી ગુજરાતથી દિલ્હી ગયા ત્યારે અમિત શાહને પણ દિલ્હી લઈ ગયા હતા. અમિત શાહે સાબિત કરી આપ્યું છે કે મોદી શા માટે અમિત શાહ પર આટલો ભરોસો મૂકે છે. મોદી સરકાર ભરાય ત્યારે અમિત શાહ સંકટ મોચક બનીને સરકારને ઉગારે છે.
આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ
આ પણ વાંચો: આ લોકોએ ભૂલથી પણ સંતરા ન ખાવા, ફાયદાની જગ્યાએ કરાવશે મોટુ નુકસાન
આ પણ વાંચો: સાચવજો! દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી, નકલી હશે તો મૂકાઈ જશો મુશ્કેલી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે