સરકારનું મોટું એક્શન : કૌભાંડો બાદ ગુજરાતની 7 હોસ્પિટલને PMJAY માંથી સસ્પેન્ડ કરાઈ

Gujarat Government Big Action : અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ કાર્યવાહી... PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સસ્પેન્ડ... ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ....

સરકારનું મોટું એક્શન : કૌભાંડો બાદ ગુજરાતની 7 હોસ્પિટલને PMJAY માંથી સસ્પેન્ડ કરાઈ

Gandhinagar News : PMJAY યોજનાઓમાંથી સરકારી સહાય મેળવવા માટે ગુજરાતની હોસ્પિટલો જલ્લાદ બનીને દર્દીઓને મોતની સજા આપી રહી છે. થોડાક રૂપિયા માટે આ હોસ્પિટલો દર્દીઓને બિનજરૂરી ચીરફાડ કરીને મોતને ઘાટ ઉતારી રહી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે સરકારી રૂપિયા માટે અનેક દર્દીઓના દિલ ચીરી નાંખ્યા. ત્યારે હવે ગુજરાતના આરોગ્ય વિભાગે આ મામલે મોટું પગલું લીધું છે. PMJAY માંથી ગુજરાતભરની 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામા આવી છે. 

સરકારમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, PMJAY યોજનામાંથી અમદાવાદના કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે પીએમજેવાય યોજનામાં સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે. જેમાં અમદાવાદની ૩, સુરત-વડોદરા-રાજકોટ ની ૧-૧ તથા ગીર સોમનાથની એક હોસ્પિટલ સસ્પેન્ડ કરાી છે. 

આ હોસ્પિટલોને સસ્પેન્ડ કરાઈ

hospital_zee.jpg

આ સાથે જ અહીં કામ કરતા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલમાં મોટા કાંડ કરનારા ડો પ્રશાંત વઝીરાણીને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાંથી સસ્પેન્ડ કરાયા છે. ચાર ડોક્ટરોને સ્પેશિયાલિસ્ટ તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

આ ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા

hospital_suspend_zee.jpg

ખ્યાતિ હોસ્પિટલના હિસાબની તપાસ કરાશે
ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે આરોગ્ય વિભાગ દ્વારા કડક તપાસ કરાશે. છેલ્લા એક વર્ષ અને તેનાથી વધુ સમયની પણ ખ્યાતિ હોસ્પિટલના કેસોની તપાસ કરાશે. ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા ઓપરેશનો અને તેની ફાઈલો આરોગ્ય વિભાગ ચકાસણી કરશે. Pmjay અંતર્ગત થતા ઓપરેશનોની પણ રેન્ડમ ચકાસણી કરાશે. રાજ્યભરમાં શંકાસ્પદ કેસો લાગે તો તેના પણ વિસ્તૃત રિપોર્ટ વિભાગ મંગાવશે. કોઈ હોસ્પિટલોના ઓપરેશન વધુ થતા હશે તો તેની ડિટેલ પણ મંગાવાશે. જો આ કેસોમાં ગેરરીતી સામે આવે તો કાર્યવાહી કરાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news