Gujarat Election 2022: રૂપાલાએ રમૂજ અંદાજમાં સભા ગજવી, 'દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવું કાર્ડ લાવે છે, પરિણામના દિવસે ઘરે જાય છે'
Gujarat Election 2022: વડોદરાના ડભોઇના કાયાવરોહણ ગામે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાના અંદાજમાં સભા ગજવી હતી. ડભોઇ વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતા માટે મત માગ્યા હતા.
Trending Photos
Gujarat Election 2022: બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પ્રસાર અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યા છે. આજે કાયાવરોહણ ગામ ખાતે પુરષોત્તમ રૂપાલાએ સભા ગજવી. ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતા માટે મત માંગ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમર્થકો સભામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસના ઓબીસી એસટી કાર્ડ ઉપર પુરુષોત્તમ રૂપાલાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ત્રણ નાયબ મુખ્યમંત્રી નહિ પરંતુ 30 રાખે તો નવાઈ નહીં. દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવું કાર્ડ લાવે છે અને પરિણામના દિવસે કાર્ડ લઈને ઘરે જાય છે. કોંગ્રેસની અસ્મિતા બચાવવા ચૂંટણી લડી રહી છે.
શૈલેષ મહેતાએ જાહેર સભામાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં વચેટિયાઓને સાફ કરવા આવ્યો છું. કોંગ્રેસ ઉપર સર્જીકલ સ્ટ્રાઈક કરજો, મોદી સાહેબે શીખવાડ્યું છે. ભાજપનું વિરોધ કરવા વાળા લોકો હવે ખોવાઈ જવાના છે. હું બ્રાહ્મણ છું. પાણી અને મંત્રોચાર કરું એટલે તમામ શ્રાપ દૂર થઈ જવાના છે.
ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારને 24 કલાક જેટલો સમય બાકી છે. ત્યારે વડોદરાના ડભોઇના કાયાવરોહણ ગામે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાના અંદાજમાં સભા ગજવી હતી. ડભોઇ વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતા માટે મત માગ્યા હતા.
કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે સાથે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ પોતાના કાર્ડ રજૂ કરતી હોય છે તેના ઉપર પણ નિવેદન આપ્યું હતું કે ત્રણ નહીં પરંતુ 30 નાયબ મુખ્યમંત્રી બનાવે તો કોંગ્રેસમાં નવાઈ નહીં પરંતુ તેઓ જીતવાના નથી. આ કાળ વાળો ફોર્મ્યુલો 1990થી કોંગ્રેસમાં હાલે છે. પરંતુ પરિણામ આવે છે ત્યારે તમામ કાળો કોંગ્રેસ પોતાના ઘર લઈને પાછી જતી રહે છે.
બીજી બાજુ ભાજપના ઉમેદવારે પણ તીખા નિવેદનો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના વિરોધ કામ કરવાવાળા લોકો ખોવાઈ જશે એવું નિવેદન કર્યું હતું. સાથે સાથે હું બ્રાહ્મણ છું પાણી હાથમાં રાખીને મંત્રોચ્ચાર કરું તો તમામ શ્રાપ દૂર કરી દેવાની વાત કરી હતી આ સભામાં જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે