Gujarat Election 2022: આમ આદમી પાર્ટીની વધુ એક યાદી જાહેર, જાણો કોને મળી ટિકિટ
AAP Gujarat: ગુજરાતની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. તેમાં સુરતની મજુરા વિધાનસભા સીટ પર ભાજપ છોડીને પાર્ટીમાં સામેલ થનારા નેતાને ટિકિટ આપવામાં આવી છે.
Trending Photos
અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ (AAP) ગુજરાત ચૂંટણી (Gujarat Election 2022) માટે પોતાના ઉમેદવારની 13મી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કુલ 12 ઉમેદવારોના નામ છે. ભાજપ છોડી આપમાં સામેલ થનારા પીવીએસ શર્માને આમ આદમી પાર્ટીએ સુરતની મજુરા વિધાનસભા સીટ પરથી ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી કુલ 169 સીટ પર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.
આ નેતાઓને મળી ટિકિટ
ગુજરાત ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાની 13મી યાદીમાં કુલ 12 ઉમેદવારોની જાહેરાત કરી છે. એટલે કે કુલ 182માંથી આમ આદમી પાર્ટીએ 169 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ નવી યાદીમાં ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયાનું નામ પણ છે. આ બંને ઉમેદવારોના નામની જાહેરાત કેજરીવાલે સવારે ટ્વીટ કરીને કરી હતી.
કોને ક્યાંથી મળી ટિકિટ
અબડાસા- વસંત વેલજીભાઈ ખેતાણી
ધાનેરા- સુરેશ દેવડા
ઊંઝા- ઉર્વિશ પટેલ
અમરાઈવાડી- વિનય ગુપ્તા
આણંદ- ગિરીશ શાંદેલિયા
ગોધરા- રાજેશ પટેલ રાજુ
વાઘોડિયા- ગૌતમ રાજપૂત
વડોદરા, શહેર- જીગર સોલંકી
માંજલપુર- વિનય ચવાન
કારંજ- મનોજ સોરઠિયા
મજુરા- પીવીએસ શર્મા
કરાતગામ- ગોપાલ ઈટાલિયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે