PAK ફાઇનલમાં પહોંચતાં જ ભારતની જીત ફાઇનલ! હવે પુનરાવર્તિત થશે 15 વર્ષ જૂનો ઇતિહાસ
Pakistan vs New Zealand: પાકિસ્તાનની ટીમે ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેમણે સેમીફાઇનલની મેચમાં ન્યૂઝીલેંડને હરાવ્યું.
Trending Photos
Pakistan vs New Zealand: પાકિસ્તાનની ટીમે ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) ની પ્રથમ સેમીફાઇનલ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેંડ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં પાકિસ્તાને એકતરફી જીત નોંધાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પાકિસ્તાન ફાઇનલમાં પહોંચતાં ટીમ ઇન્ડીયાના ચેમ્પિયન બનવાની આશા વધી ગઇ છે. વર્ષ 2007 માં પણ ટી20 વર્લ્ડકપ ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ હતી, ત્યારે ટીમ ઇન્ડીયાએ બાજી મારી હતી, જોકે ટીમ ઇન્ડીયાને હાલ ફાઇનલમાં પહોંચવા માટે ઇગ્લેંડને હરાવવું પડશે.
શાહીન શાહ અફરીદીની ઘાતક બોલીંગ
આ સેમીફાઇનલ મેચમાં ન્યૂઝીલેંડે ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શાહીન શાહ અફરીદીના નેતૃત્વમાં પોતાના બોલરોના શાનદાર પ્રદર્શનના દમ પર પાકિસ્તાને ન્યૂઝીલેંડને ચાર વિકેટ પર 152 રન પર રોકી લીધા. ન્યૂઝીલેંડ માટે ડેરિલ મિશેલે 35 બોલમાં અણનમ 53 અને કેપ્ટન કેન વિલિયમસને 42 બોલમાં 46 રન બનાવીને સ્કોર 150 ને પાર પહોંચાડ્યો. ગ્રુપ સ્ટેજમાં સરેરાશ પ્રદર્શન બાદ કિસ્મતના સહારે સેમીફાઇનલ સુધી પહોંચેલી પાકિસ્તાની ટીમના તેવર આજે બિલકુલ બદલાઇ ગયા હતા. તેમના બોલરોએ અનુશાસિત પ્રદર્શન કર્યું અને ફિલ્ડીંગ પણ ખૂબ કડક હતી.
બાબર-રિઝવાનની મેચ વિનિંગ ઇનિંગ
પાકિસ્તાનના ઓપનર બાબર-મોહમંદ રિઝવાને 153 રનોના ટાર્ગેટને ટીમ માટે સરળ બનાવી દીધું. બંને બેટ્સમેનોએ ફીફ્ટી ફટકારી અને 100 થી વધુ રનની ભાગીદારી કરી. બાબર આઝમે 42 બોલમાં 53 રન બનાવ્યા. ટી20 વર્લ્ડકપ 2022 માં તેમની પ્રથમ ફીફ્ટી હતી. તો બીજી તરફ મોહમંદ રિઝવાને 43 બોલમાં 57 રનની ઇનિંગ રમી.
ભારત-ઇગ્લેંડ વચ્ચે બીજી સેમીફાઇનલ
ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) ની બીજી સેમીફાઇનલ મેચ ભારત અને ઇગ્લેંડ વચ્ચે રમાશે. ભારતનો સામનો 10 નવેમ્બરના રોજ ઇગ્લેંડ વિરૂધ્ધ એડિલેડ ઓવલમાં થશે. આ મેચને જીતાડનાર ટીમ 13 નવેમ્બરના રોજ પાકિસ્તાન વિરૂદ્ધ ફાઇનલ મેચ રમશે. તમને જણાવી દઇએ કે ભારત, પાકિસ્તાન અને ઇગ્લેંડની ટીમ હજુ સુધી 1-1 વાર ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) નો ખિતાબ જીતી ચૂકી છે.
આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે