ભાજપનું 7 જગ્યાએ ક્રોસચેક : 2 મંત્રીઓ સહિત 20 સાંસદો ફેલ, ગુજરાતમાં થશે પ્રયોગ

Gujarat BJP Loksabha Elections : 2024માં લોકસભાના વર્તમાન સાંસદોને ટિકિટ આપવા માટે સાત રીતે ફીડબેક લેવામાં આવ્યો છે. આ પછી જ પાર્ટી દ્વારા ટિકિટ મંજૂર કરવામાં આવે છે

ભાજપનું 7 જગ્યાએ ક્રોસચેક : 2 મંત્રીઓ સહિત 20 સાંસદો ફેલ, ગુજરાતમાં થશે પ્રયોગ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી આગામી 24 કલાકમાં જાહેર થવાની શક્યતા છે. આ બધાની વચ્ચે એવી અટકળો છે કે પાર્ટી તેના સૌથી મજબૂત ગઢ ગુજરાતમાં મોટો પ્રયોગ કરી શકે છે. રાજ્યની 20 બેઠકો પર વર્તમાન સાંસદોની ટિકિટ કપાઈ શકે છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં જૂના જોગીઓને રિપિટ કરવા માગતી નથી. નવા ઉમેદવારોમાં મહિલા અને યુવાને પ્રાધાન્ય મળી શકે છે. ગુજરાતનો પ્રયોગ દેશભરમાં અમલમાં મૂકાશે. 

ભાજપ 20 સીટો પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે
ગુજરાતમાં પાર્ટી 2019 કરતાં વધુ મહિલાઓને તક આપી શકે છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. તમામ બેઠકો પર ભાજપનો કબજો છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ 20 સીટો પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રયોગ હોઈ શકે છે. ટીકીટ પસંદગી માટે પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ ભાજપ દ્વારા લાગુ કરાયેલી સાત ફોર્મ્યુલામાં માત્ર છ સાંસદો પાસે જ ટિકિટ બચી છે.  2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી આગામી થોડાક કલાકોમાં જાહેર થવાની શક્યતા છે. પ્રથમ યાદીમાં લગભગ 100 નામોની જાહેરાત થવાની ધારણા છે. આ બધા વચ્ચે પાર્ટી ગુજરાતમાં સૌથી મોટો પ્રયોગ કરી શકે તેવી ચર્ચા છે. વિદેશ મંત્રી એસ જયશંકર વડોદરા બેઠક પરથી ચૂંટણી લડે તેવી ચર્ચા છે. તો રૂપાણી પોરબંદર અને નીતિન પટેલ મહેસાણાથી ચૂંટણી લડે તેવો પતંગ ચગેલો છે.

પીએમ મોદીની 7 ફોર્મ્યુલા?
2024માં લોકસભાના વર્તમાન સાંસદોને ટિકિટ આપવા માટે સાત રીતે ફીડબેક લેવામાં આવ્યો છે. આ પછી જ પાર્ટી દ્વારા ટિકિટ મંજૂર કરવામાં આવે છે. આમાં સૌથી મહત્વની બાબત નમો એપ પર લેવામાં આવેલ ફીડબેક હતી. જોવામાં આવ્યું કે નમો એપ પર સંબંધિત સાંસદનું રેટિંગ શું હતું? આ સાથે અન્ય રીતે પણ ફિડબેક લેવાયા છે. 

શુ છે આ ફોર્મ્યુલા
નમો એપ પર લોકો પાસેથી ફીડબેક લેવામાં આવ્યા હતા. ત્રણ સૌથી લોકપ્રિય નામો માટે જનતા પાસે નામો મંગાવાયા હતા. ભાજપના સાંસદોના કામનો અહેવાલ મંગાવાયો. સંસદીય મતવિસ્તારમાં ખાનગી એજન્સીઓ પાસેથી સર્વે કરાવાયો. સંસદીય ક્ષેત્રોમાં મંત્રીઓને મોકલીને રિપોર્ટ લેવાયો. રાજ્ય ચૂંટણી સમિતિ પાસેથી રિપોર્ટ માંગ્યો. તેમજ રાજ્ય સંગઠન, RSS તરફથી ગ્રાઉન્ડ ફીડબેક મેળવાયો. 

આમની ટિકિટ પર મોટો છે ખતરો

  • રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ
  • દર્શના જરદોશ, સુરત
  • કિરીટભાઈ સોલંકી, અમદાવાદ પશ્ચિમ
  • મહેન્દ્રભાઈ મુંજપરા, સુરેન્દ્રનગર
  • ભારતીબેન શિયાળ, ભાવનગર
  • કે.સી.પટેલ, વલસાડ
  • જશવંતસિંહ ભાભોર, દાહોદ
  • નારણભાઇ કાછડીયા, અમરેલી
  • મોહનભાઈ કુંડારીયા, રાજકોટ
  • મનસુખભાઈ વસાવા, ભરૂચ
  • પર્વતભાઈ પટેલ, બનાસકાંઠા
  • પરભુભાઈ વસાવા, બારડોલી
  • હસમુખ પટેલ, અમદાવાદ પૂર્વ
  • રમેશ ધડુક, પોરબંદર
  • રંજનબેન ભટ્ટ, વડોદરા
  • રતનસિંહ મગનસિંહ રાઠોડ, પંચમહાલ
  • દીપસિંહ રાઠોડ, સાબરકાંઠા
  • ગીતાબેન રાઠવા, છોટા ઉદેપુર
  • શારદાબેન પટેલ, મહેસાણા
  • દેવુસિંહ ચૌહાણ ખેડા

બલ્ગેરિયન યુવતી રેપ કેસમાં નવું નામ આવ્યું, ફરિયાદ ન કરવા કહેનાર રિટાયર્ડ DG કોણ

મહિલા સાંસદોને ટિકિટ અપાશે 
અનેક મંત્રીઓની ટિકિટ કપાઈ શકે છે. ગુજરાતમાં ભાજપના સાંસદો જેમની ટિકિટ કપાઈ રહી છે. જેમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ સામેલ છે. જેમાં દર્શના જરદોશ, મહેન્દ્ર મુંજપુરાના નામનો સમાવેશ થાય છે. રાજ્યસભાના સભ્ય તરીકે કેન્દ્રીય કેબિનેટમાં સામેલ મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી લડે તેવી પૂરી શક્યતા છે. ગુજરાતમાં હાલમાં 26 બેઠકોમાંથી છ મહિલા સાંસદ છે. તેમની સંખ્યા વધી શકે છે. એવી અટકળો ચાલી રહી છે કે ભાજપની યાદી 3 માર્ચે જાહેર થશે. એનડીએ 2.0 સરકારની છેલ્લી મંત્રી પરિષદની બેઠક બાદ પાર્ટી યાદી જાહેર કરી શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news