કુતિયાણામાં કાંધલ જાડેજાને NCPનું મેન્ડેટ ન મળ્યું, છતાં ફોર્મ ભર્યું, કહ્યું; 'મને ગઠબંધનની ખબર નથી'

Gujarat Election 2022: કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ NCPના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભર્યુ. કુતિયાણા પ્રાંત અધિકારીની ઓફિસ ખાતે જઇ કાંધલ જાડેજાએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું.

કુતિયાણામાં કાંધલ જાડેજાને NCPનું મેન્ડેટ ન મળ્યું, છતાં ફોર્મ ભર્યું, કહ્યું; 'મને ગઠબંધનની ખબર નથી'

અજય શીલુ/પોરબંદર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. આજે ગુજરાતમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનની કવાયત વચ્ચે બન્ને પક્ષોના નેતાઓએ એક બેઠક કરી છે. જેમાં દેવગઢ બારીયા, ઉમરેઠ,અને નરોડા બેઠક પર ચર્ચા કરી હતી. બીજી બાજુ રેશમા પટેલને પાર્ટીએ મેન્ડેટ આપ્યો નહોતો. એટલું જ નહીં, એનસીપીએ કુતિયાણા બેઠક પર ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આ તમામ ઘટનાક્રમ વચ્ચે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ચૂંટણી ફોર્મ ભર્યુ. 

કાંધલ જાડેજાનું ચોંકાવનારું નિવેદન
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ NCPના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભર્યુ. કુતિયાણા પ્રાંત અધિકારીની ઓફિસ ખાતે જઇ કાંધલ જાડેજાએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. ત્યારે આ વિશે જ્યારે કાંધલ જાડેજાએ પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, મને એનસીપી-કોંગ્રેસનુ ગઠબંધન થયું હોવાની જાણકારી નથી. મારે પ્રફુલ્લ પટેલ જોડે વાત થઈ હતી. મેં NCPમાંથી ચૂંટણી ફોર્મ ભર્યું છે. 

નોંધનીય છે કે, આજે બપોરે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. ત્યારે પ્રેસ કોંફ્રેસ કરીને જાહેરાત કરાઈ હતી જેમા એનસીપી તરફથી જાણકારી અપાઈ કે અમે ત્રણ બેઠકો માટે લડી રહ્યા છીએ. તમામ બેઠક એનસીપીના મેન્ડેટ પર લડાવવામાં આવશે. કાંધલ જાડેજાની વાત ચાલે છે. કોંગ્રેસ કહેશે તો આગળ વિચારીશું. 

અમારો કોઇ ઉમેદવાર અપક્ષ ઉભા રહે તો અમારો ટેકો નહી હોય. કુતિયાણા બેઠક પર કોંગ્રેસ ગ્રિન સિગ્નલ આપશે તો અમે મેન્ડેન્ટ આપીશું. જો કોઇ અપક્ષ ઉમેદવારી કરશે તો તેને છ વર્ષ માટે પાર્ટી માટે સસ્પેન્ડ કરાશે. નિકુલ તોમર કોંગ્રેસના કે એનસીપીના સીમ્બોલ પર લડશે તે ચુંટણી પંચના નિયમો જોઇ નક્કી કરાશે.

તમને જણાવી દઈએ કે, છેલ્લી બે વિધાનસભા ચૂંટણીથી કાંધલ જાડેજાનો આ બેઠક પર કબ્જો છે. આ વખતે આ બેઠક પર ખરાખરીનો ચૂંટણી જંગ જામશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news