ગુજરાત એસટીમાં વિચિત્ર ઘટના, બસમાં લેપટોપનો ઉપયોગ કરવાની કંડક્ટરે લીધી ટિકિટ, જાણો શું છે ઘટના
Gujarat News: ગુજરાતમાં સરકારી એસટી બસનું સંચાલન જીએસઆરટીસી (ગુજરાત રાજ્ય રોડ પરિવહન નિગમ) ની પાસે છે. જીએસઆરટીસીની એક બસમાં અનોખો મામલો સામે આવ્યો છે. જ્યાં એક યુવક પાસેથી કંડક્ટરે બસમાં લેપટોપનો ઉપયોગ કરવા માટે ટિકિટ આપી દીધી.
Trending Photos
અમદાવાદઃ ગુજરાત એસડી બસમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લાના મોડાસાથી અમદાવાદ આવી રહેલા યુવકે બસમાં લેપટોપનો ઉપયોગ કર્યો તો તેને ટિકિટ આપી દેવામાં આવી. યુવકે જ્યારે કંડક્ટરને આ સંબંધમાં સર્કુલર દેખાડવાની વાત કરી તો કંડક્ટરે તેનો ઈનકાર કરી દીધો. મહિલા કંડક્ટર હોવાને કારણે યુવકે વધુ વિરોધ ન કર્યો અને ટિકિટ કપાવી લીધી. અમદાવાદ આવી રહેલા યુવકે બે લેપટોપ માટે કુલ 88 રૂપિયાની ચુકવણી કરી હતી. એસટી બસમાં લેપટોપની ટિકિટ કરાવવાનો આ મામલો હવે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
શું છે સમગ્ર ઘટના?
મહેસાણા જિલ્લાના કુકરવાડા ગામના નિવાસી ભાવિન પરમારની સાથે આ વિચિત્ર ઘટના ગુજરાતની સરકારી બસ એસટીમાં બની છે. ભાવિને જણાવ્યું કે તે મોડાસામાં એક બેન્કમાં કામ કરે છે. તે એક પરીક્ષા આપવા માટે 5 ઓગસ્ટની સવારે મોડાસાથી એસટી બસમાં અમદાવાદ આવી રહ્યો હતો. આ વચ્ચે રસ્તામાં લેપટોપ કાઢી જરૂરી કામ કરી રહ્યો હતો. આ વચ્ચે મહિલા કંડક્ટરે યુવકને કહ્યું કે, જો તમારે લેપટોપનો ઉપયોગ કરવાનો હોય તો ટિકિટ લેવી પડશે. જ્યારે ભાવિને કહ્યું કે આવો કોઈ નિયમ નથી અને જો હોય તો સર્કુલર દેખાડો. ભાવિને કહ્યું કે એક મહિલા કંડક્ટર હોવાને લીધે મેં તેનો વધુ વિરોધ કર્યો નહીં. આખરે બે લેપટોપ માટે 88 રૂપિયાની ટિકિટ કપાવી લીધી હતી. પરમારે કહ્યુ કે કંડક્ટરે જે ટિકિટ આપી તેમાં સામાન કે લેપટોપનો ઉલ્લેખ નહોતો.
હવે પૈસા પરત અપાશે
પરમારે આ મામલો મોડાસા ડેપોમાં પહોંચાડ્યો છે. ત્યારબાદ સામે આવ્યું કે ગુજરાત રાજ્ય રોડ પરિવહન નિગમ (જીએસઆરટીસી) નો એવો કોઈ નિયમ નથી કે યાત્રી ચાલુ બસમાં લેપટોપનો ઉપયોગ ન કરી શકે. આ મામલામાં જીએસઆરટીસીના મુખ્ય શ્રમ અધિકારી અને પીઆરઓનું કામ સંભાળી રહેલા દિનેશ નાયકે કહ્યું કે એસટી બસમાં લેપટોપની ટિકિટનો કોઈ નિયમ નથી. મહિલા કંડક્ટર નવા હશે એટલે તેમને ખ્યાલ નહીં હોય. જો તે ડેપોમાં ફરિયાદ કરશે તો અમે તેને રિફંડ આપીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે