શું છે દિલ્હી સેવા બિલ? કેવી રીતે કેન્દ્રને મળશે તાકાત, દિલ્હી સરકાર કેમ કરી રહી છે વિરોધ?
Delhi services Bill key points: ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર હાલ રાષ્ટ્રીય રાજધાનીમાં સેવાઓના નિયંત્રણ મામલે આમને-સામને છે. ત્યારે આ દિલ્હી સેવા બિલ કેન્દ્રના રાષ્ટ્રીય રાજધાની સાથેના સંબંધોને કઈ રીતે અસર કરશે તે સમજીએ...
Trending Photos
Delhi services Bill: કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચે દિલ્હી સેવા બિલ 2023ને લઈ વાકયુદ્ધ છેડાયું છે. આ બિલ લોકસભામાં ગુરૂવારના રોજ પસાર થઈ ચુક્યું છે અને તેના પાસ થયા બાદ દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ વગેરેની જવાબદારી ઉપરાજ્યપાલના માથે આવશે. ઉપરાંત આ બિલ ઉપરાજ્યપાલને અનેક મહત્વના મુદ્દે પોતાની વિવેકબુદ્ધિ પ્રમાણે નિર્ણય લેવાની શક્તિ આપે છે.
ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર હાલ રાષ્ટ્રીય રાજધાનીમાં સેવાઓના નિયંત્રણ મામલે આમને-સામને છે. ત્યારે આ દિલ્હી સેવા બિલ કેન્દ્રના રાષ્ટ્રીય રાજધાની સાથેના સંબંધોને કઈ રીતે અસર કરશે તે સમજીએ...
ઘરમાં રાખો આ મૂર્તિઓ, ચપટીમાં દૂર થશે આર્થિક તંગી, ધનથી ભરાઇ જશે તિજોરી!
Astrology Tips: હથેળીમાં આ વસ્તુઓ આપવાથી જતી રહે છે બરકત, પળવાર ખાલી થઇ જશે તિજોરી!
- નોકરશાહોની બદલીઓ, પોસ્ટિંગ અને અન્ય અનુશાસનને લગતા મુદ્દાઓ કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે વિવાદનું મૂળ રહ્યા છે. આ કારણે જ કેન્દ્ર દિલ્હી સેવા બિલ પાસ કરવા માટે કમર કસી રહ્યું છે.
- એનસીસીએસએમાં મુખ્યમંત્રી, દિલ્હીના મુખ્ય સચિવ, દિલ્હીના મુખ્ય ગૃહ સચિવને સામેલ કરાશે અને તેઓ ઉપરાજ્યપાલ (એલજી)ને અધિકારીઓની બદલી અને ભરતીને લગતી ભલામણો કરશે. ઉપરાંત તેઓ કોઈ બાબતે દોષિત અધિકારી સામે અનુશાસનના નિર્ણય લેવા માટે પણ એલજીને ભલામણ કરશે.
Good Luck Tips: ઓશિકાની નીચે આ વસ્તુઓ રાખીને ઉંઘશો તો ચમકી જશે કિસ્મત, નોકરીનું વિઘ્ન થશે દૂર
Skin Care Mistakes: 5 મોટી ભૂલો જેનાથી છિનવાઇ જાય છે ચહેરાની રંગત
- આ બિલ ઉપરાજ્યપાલને એનસીસીએસએ દ્વારા કરવામાં આવેલી ભલામણો સહિતના મહત્વના મુદ્દે પોતાની સંપૂર્ણ વિવેકબુદ્ધિનો પ્રયોગ કરવાની શક્તિ આપે છે. સાથે જ ઉપરાજ્યપાલને દિલ્હી વિધાનસભા બોલાવવાનો, તેને સ્થગિત કરવાનો અને ભંગ કરવાનો પણ અધિકાર મળશે.
- એનસીસીએસએની તમામ ભલામણો બહુમત પર આધારીત હશે અને ઉપરાજ્યપાલ તેને મંજૂર કરવાની અથવા તો ભલામણ અંગે પુનર્વિચાર કરવા કહેવાની શક્તિ ધરાવશે. તે સિવાય ઉપરોક્ત મુદ્દે મતભેદની સ્થિતિમાં ઉપરાજ્યપાલનો નિર્ણય અંતિમ માનવામાં આવશે.
શું ચહેરા પર બેસન અને દૂધનું મિશ્રણ લગાવવવાથી ખરેખર ફાયદો થાય છે? જાણો બધું જ
Nose Congestion: શું ચોમાસમાં તમારું પણ નાક બંધ થઇ જાય છે? અપનાવો આ ઉપાય
- આ બિલ પાસ થયા બાદ સચિવે મંત્રી સાથે ચર્ચાવિચારણા કરવાની જરૂર નહીં રહે અને તેઓ કોઈ પણ મુદ્દાને સીધો ઉપરાજ્યપાલ સમક્ષ રજૂ કરી શકશે.
- આ બિલ ઉપરાજ્યપાલને મહત્વના કાયદાકીય અને પ્રશાસનીક મુદ્દાઓ અંગે અંતિમ નિર્ણય લેવાનો અધિકાર આપે છે જેથી દિલ્હી સરકારની શક્તિઓ પર અંકુશ મુકાશે.
પરવળ એવી સબ્જી જે બ્લડ પ્યૂરીફાઇ કરે છે, પરંતુ તેને ખાવાથી થાય છે આ નુકસાન
ઓછા ખર્ચમાં એપ્પલ બોરની ખેતી કરી 6 મહિનામાં જ કરો તગડી કમાણી, આ રીતે થાય છે ખેતી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે