ગ્રીષ્મા મર્ડર કેસ : ફેનિલે આજે પણ કોર્ટમાં ગુનો કબૂલ ન કર્યો

સુરતમાં ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનિલને સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસ સોમવારથી રાબેતા મુજબ કોર્ટમાં ચાલશે તો રોજેરોજ કાર્યવાહી સાથે તમામ પુરાવા અને સાક્ષીની જુબાની પણ લેવામાં આવશે. ત્યારે ફેનિલે કોર્ટમાં પોતાનો ગુનો કબૂલવાનો ઈન્કાર કર્યો હતો. ગ્રીષ્મા મર્ડર કેસ ઝડપી ચાલે તે માટે તેને સુરત ફાસ્ટટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પોલીસે પાંચ દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. સોમવારે ફરી ફેનિલને સુરત કોર્ટમાં રજૂ કરાશે. ગ્રીષ્માનું પીએમ કરનાર તબીબ અને કાકાની સારવાર કરનાર તબીબનું નિવેદન લેવાશે. 

ગ્રીષ્મા મર્ડર કેસ : ફેનિલે આજે પણ કોર્ટમાં ગુનો કબૂલ ન કર્યો

ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનિલને સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસ સોમવારથી રાબેતા મુજબ કોર્ટમાં ચાલશે તો રોજેરોજ કાર્યવાહી સાથે તમામ પુરાવા અને સાક્ષીની જુબાની પણ લેવામાં આવશે. ત્યારે ફેનિલે કોર્ટમાં પોતાનો ગુનો કબૂલવાનો ઈન્કાર કર્યો હતો. ગ્રીષ્મા મર્ડર કેસ ઝડપી ચાલે તે માટે તેને સુરત ફાસ્ટટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પોલીસે પાંચ દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. સોમવારે ફરી ફેનિલને સુરત કોર્ટમાં રજૂ કરાશે. ગ્રીષ્માનું પીએમ કરનાર તબીબ અને કાકાની સારવાર કરનાર તબીબનું નિવેદન લેવાશે. 

આ કેસને લઇને લોકોમાં રોષ હોવાથી કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આરોપી ફેનિલ ગોયાણીને રજૂ કરતા પહેલા કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. આજે કોર્ટમાં ફેનિલના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ખેદ દેખાયો ન હતો. જોકે, આજે પણ આરોપી ફેનિલે પોતાનો ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. 

આ પહેલા પણ સુનાવણી દરમિયાન ગ્રીષ્મા મર્ડર કેસમાં કોર્ટમાં હત્યારા ફેનિલે ગુનો કબુલવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટ રૂમમાં ગ્રીષ્માના હત્યારા ફેનિલે કહ્યું હતુ કે, તેને ગુનો કબુલ નથી. આરોપી ફેનીલને કોર્ટ પૂછ્યું કે, શું ગુનો કબુલ છે? ત્યારે ફેનિલે ના પાડી હતી. હત્યાના આરોપી ફેનીલને સરકારી વકીલ આપવામાં આવ્યો છે. હવે આ કેસ સુરતના ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. 

સુરત ખાતેના પાસોદરા ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલ પંકજભાઈ ગોયાણી વિરૂદ્ધ સુરત પોલીસ વિભાગ દ્વારા માત્ર 7 જ દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. આ તટસ્થ તપાસ પ્રક્રિયાને તીવ્ર ગતિ પ્રદાન કરી છે. આ પ્રકારના જઘન્ય કૃત્યના સંકીર્ણ માનસિકતા વાળા આરોપીઓને ત્વરિતપણે કડકમાં કડક સજા અપાવિને એક દાખલો બેસાડવા રાજ્ય સરકાર તેમજ ગુજરાત પોલીસ દૃઢ કટિબદ્ધ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news