Russia Ukraine War: યુદ્ધને કારણે પિતા-પુત્રીએ વિખુટા પડવાનો વારો આવ્યો, વીડિયો જોઈ તમારી આંખો ભીની થઈ જશે

Russia Ukraine War Video: સોશિયલ મીડિયા પર યુદ્ધનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પિતા પોતાની દિકરીને વિદાય આપતા ખુબ રડી રહ્યાં છે. 
 

Russia Ukraine War: યુદ્ધને કારણે પિતા-પુત્રીએ વિખુટા પડવાનો વારો આવ્યો, વીડિયો જોઈ તમારી આંખો ભીની થઈ જશે

કિવઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા યુક્રેન પર યુદ્ધની જાહેરાત બાદ રશિયાની સેના સતત હુમલો કરી રહી છે. રશિયાની સેના યુક્રેનના શહેરોમાં સૈન્ય કેમ્પને નિશાન બનાવી રહી છે. રશિયાએ યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમને પણ નષ્ટ કરવાનો દાવો કર્યો છે. 24 ફેબ્રુઆરી ગુરૂવારે સવારથી લઈને અત્યાર સુધી યુદ્ધના અનેક વીડિયો વાયરલ થયા છે. તેમાંથી એક ભાવુક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ તમે પણ ઇમોશનલ થઈ જશો. 

પુત્રીથી અલગ થવા સમયે રડવા લાગ્યા પિતા
બધા જાણે છે કે યુદ્ધ એક વિનાશકારી પ્રક્રિયા છે. જ્યાં માત્ર લોકોના મોત થાય છે. યુદ્ધથી કોઈનું કલ્યાણ થતું નથી. પોતાનો અને પોતાના પરિવારજનોનો જીવ બચાવવો મુશ્કેલ કામ છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને ત્યારબાદ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને એક પિતા પોતાની પુત્રીને ગુડબાય કહી રહ્યાં છે. આ દરમિયાન પિતા-પુત્રીના આંખમાં આંસુ આવી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

— Lil (@lil_whind) February 24, 2022

જેણે પણ આ તસવીર જોઈ તેની આંખમાં આંસુ આવી ગયા. બોમ્બ ધમાકા વચ્ચે તે પોતાની પુત્રીને સુરક્ષિત સ્થાન પર મોકલી રહ્યો છે, પરંતુ તે જઈ શકતો નથી. હકીકતમાં યુક્રેન પર રશિયાના હુમલા બાદ 18થી 60 વર્ષના પુરૂષોના દેશ છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. યુક્રેન બોર્ડર એજન્સીનું કહેવું છે કે આ પગલું દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. 

ઇમોશનલ વીડિયો જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે
વીડિયોના કેપ્શનમાં લખ્યું- એક યુક્રેની પિતા પોતાના પરિવારને ગુડ બાય કહે છે, જ્યારે તે ખુદ રશિયન સામે લડવા ત્યાં રહે છે. ઘણા લોકોએ આ વીડિયો જોયા બાદ ઇમોશનલ કોમેન્ટ કરી છે. એક યૂઝરે લખ્યુ- ભગવાન આ પિતા અને યુક્રેનની રક્ષા કરે. એક અન્ય યૂઝરે લખ્યુ- ભગવાન આ વ્યક્તિનું જલદી તેના પરિવાર સાથે મિલન કરાવે. ત્રીજા યૂઝરે લખ્યું- આ ખરેખર દિલ હચમચાવતો વીડિયો છે. કોમેન્ટમાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news