શેરબજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 1300 તો નિફ્ટી 400 પોઈન્ટના વધારા સાથે બંધ

Stock Market Update: કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર તેજી સાથે બંધ થયું છે. ગુરૂવારના મુકાબલે શુક્રવારે ભારતીય બજારમાં મોટો વધારો જોવા મળ્યો છે. 

શેરબજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 1300 તો નિફ્ટી 400 પોઈન્ટના વધારા સાથે બંધ

મુંબઈઃ ગુરુવારના ઘટાડાના આંચકાથી ભારતીય શેરબજાર એક જ દિવસમાં બહાર આવી ગયું હતું. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેર બજારમાં તેજી સાથે બંધ થયું છે. સેન્સેક્સ 1328 પોઈન્ટના ઉછાળા સાથે 55,858 તો નિફ્ટી 410 પોઈન્ટના વધારા સાથે 16,658 પોઈન્ટ પર બંધ થઈ છે. શેર બજારમાં રોકાણકારો દ્વારા જબરદસ્ત ખરીદી જોવા મળી છે. 

મુંબઈ સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક સેન્સેક્સના 30માંથી 29 શેર લીલા નિશાન પર બંધ થયા અને માત્ર એક શેર લાલ નિશાન પર બંધ થયો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટીના 50 શેરોમાંથી 47 શેર લીલા નિશાન પર અને ત્રણ શેર લાલ નિશાન પર બંધ થયા છે. 

સેન્સેક્સમાં સૌથી વધુ તેજી દેખાડનાર શેર ટાટા સ્ટીલ રહ્યો, જે 6.54 ટકા વધીને 1145 રૂપિયા પર બંધ થયો, તો ઘટનાર એકમાત્ર શેર નેસ્લે 0.25 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. નિફ્ટીમાં સૌથી વધુ ઉપર ચઢનાર શેર કોલ ઈન્ડિયા રહ્યો જે 8.97 ટકાની તેજીની સાથે 163.45 રૂપિયા પર બંધ થયો. નિફ્ટીમાં બ્રિટાનિયા 0.67 ટકાના ઘટાડા સાથે 3422 રૂપિયા પર બંધ થયો છે. 

આ શેરમાં જોવા મળી તેજી
ટાટા સ્ટીલ સિવાય ઇન્ડસઇન્ડ બેન્ક 5.83 ટકા, બજાજ ફાઇનાન્સ 5.16 ટકા, એનટીપીસી 4.91 ટકા, ટેક મહિન્દ્રા 4.26 ટકા, એક્સિસ બેન્ક 3.76 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 3.76 ટકાની તેજી સાથે બંધ થયા છે. 

આ શેરના ભાવ ઘટ્યા
પારપ ફાઇનાન્સમાં 2.78 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય એચપીસીએલમાં 1.60 ટકા, ડો. લાલપેથલેબ 1.06 ટકા, મેટ્રોપોલિસ 0.77 ટકા, નિપોન 0.35 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news