Green Cover: અમદાવાદને હરિયાળું બનાવવા AMCએ 100 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતાં 10 લાખ વૃક્ષો વાવ્યાં
શહેરનું ગ્રીન કવર વધારવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા આ વર્ષે ચોમાસાની સિઝનમાં 5.18 લાખ મોટાં, 4.88 લાખ નાના સહિત 10 લાખ વૃક્ષ વાવ્યાં.
વિવિધ બગીચાઓમાં પણ 10 લાખ ફૂલ-છોડનો ઉછેર
જાપાની મિયાવાકી પદ્ધતિથી ગીચ જંગલ ઊભું કરવા પ્રયાસ
તુલસીના 1 લાખ રોપાનું વિતરણ કરવામાં આવ્યું
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદ શહેરમાં વધતા જતા પ્રદૂષણને અટકાવવા અને શહેરને હરિયાળું બનાવવા તંત્રએ બીડું ઝડપ્યું છે. જેના ભાગરૂપે દર વર્ષે ચોમાસાની સિઝનમાં અમદાવાદ મનપા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ તંત્રએ શહેરનું ગ્રીન કવર વધારવા 15 લાખથી વધારે વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો છે. જે અંતર્ગત શહેરમાં 15 લાખથી વધુ વૃક્ષો વાવવા માટે મ્યુનિ.એ કરેલા નિર્ધારના ભાગરૂપે અત્યાર સુધીમાં 10 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. બીજી તરફ મ્યુનિ. દ્વારા શહેરમાં 5.18 લાખ જેટલા મોટા વૃક્ષો અને 4.88 લાખ જેટલા ફૂલ છોડનો સમાવેશ થાય છે.
અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધારવા માટે શહેરમાં છેલ્લા કેટલાક વર્ષથી 10 લાખ અને તેનાથી વધારે વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ મ્યુનિ. દ્વારા 13 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. ત્યારે મ્યુનિ. દ્વારા અત્યાર સુધીમાં 10.07 લાખ વૃક્ષો, ફુલ- છોડનું વાવ્યા છે. શહેરના વિવિધ ગાર્ડનમાં પણ 1.77 લાખ જેટલા ફૂલ છોડ વાવવામાં આવ્યા છે. રોડ સાઇડ પર પણ 1 લાખ ફુલ છોડ તથા તુલસીના રોપા પણ 1 લાખ જેટલા વિતરણ કરવામાં આવ્યા છે. શહેરમાં ખાસ કરીને મિયાવાકી પદ્ધતિ તેમજ ગીચ વૃક્ષારોપણથી ગીચ જંગલ ઉભા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર કવાયતનો હેતુ શહેરનું ગ્રીન કવર વધારવાનું છે.
100 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતાં વૃક્ષો વવાયાં:
શહેરમાં વૃક્ષા રોપણમાં પણ 100 વર્ષ કરતાં વધારે આયુષ્ય ધરાવતાં હોય તેવા વૃક્ષોને પણ મ્યુનિ. દ્વારા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં લીંમડો, વડ, પીપળો, ખાટી આંબલી સહિતની વૃક્ષોનો સમાવેશ થાય છે.
8 સ્થળે મિયાવાકી પદ્ધતિથી જંગલ ઊભા થયા:
શહેરમાં 8 સ્થળે મીયાવાકી પદ્ધતીથી ગાઢ જંગલ ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં સાયન્સ સીટી, ગોતા ખાતે તાજેતરમાં જ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સાથે થલતેજ, મકરબા, નરોડા, વસ્ત્રાલ, ગ્યાસપુર અને ઓઢવ ખાતે મિયાવાકી પદ્ધતિથી ગાઢ વનીકરણ કરવામાં આવ્યું છે.
આ સ્થળોએ સૌથી વધુ મોટાં વૃક્ષ વાવવામાં આવ્યાં:
96409 - સરકારી કેમ્પસ, જીઆઇડીસી
55148 - ઝોનની નર્સરીમાંથી રોપા વિતરણ
125936 - મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ
95487 - ગીચ વૃક્ષારોપણ
25654 - બાઉન્ડ્રી પ્લાન્ટેશન
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વૃક્ષ રોપાયાં:
ઝોન વૃક્ષારોપણ
મધ્ય 21114
પૂર્વ 301575
પશ્ચિમ 173800
ઉત્તર 70266
દક્ષિણ 162123
ઉ.પશ્ચિમ 171961
દ.પશ્ચિમ 106294
કુલ 1007133
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે