અસારવાથી દરિયાપુર ખાતે પ્રદીપસિંહ જાડેજાની ભાઇક રેલી, દરિયાપુરમાં સભા ગજવી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે તમામ પક્ષો દ્વારા પોતાના પ્રચાર અને પ્રસાર માટે સંપુર્ણ શક્તિ સાથે આગળ વધી રહ્યા છે. ભાજપ દ્વારા પણ પોતાનાં સ્ટાર પ્રચારક અને તમામ કાર્યકર્તાઓને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. રાજ્યનાં મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓ સુધી એક પછી એક તબક્કાવાર રેલીઓ ગજવી રહ્યા છે. આજે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રોડશોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલી દ્વારા આ સમગ્ર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 
અસારવાથી દરિયાપુર ખાતે પ્રદીપસિંહ જાડેજાની ભાઇક રેલી, દરિયાપુરમાં સભા ગજવી

મૌલિક ધામેચા/અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે તમામ પક્ષો દ્વારા પોતાના પ્રચાર અને પ્રસાર માટે સંપુર્ણ શક્તિ સાથે આગળ વધી રહ્યા છે. ભાજપ દ્વારા પણ પોતાનાં સ્ટાર પ્રચારક અને તમામ કાર્યકર્તાઓને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. રાજ્યનાં મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓ સુધી એક પછી એક તબક્કાવાર રેલીઓ ગજવી રહ્યા છે. આજે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રોડશોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલી દ્વારા આ સમગ્ર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

અસારવા વિસ્તારમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રીની દરિયાપુર દરવાજા પર સભા સાથે પૂર્ણાહૂતી કરી હતી. સ્થાનિક ઉમેદવાર અને અસર્વના MLA પ્રદીપસિંહ પરમાર પણ રેલીમાં હાજર રહ્યા હતા. ચમનપુર ચકલાથી દરિયાપુર દરવાજા સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રોડ શોમાં જોડાયા હતા. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો મહા રોડ શોમાં સેંકડો કાર્યકર્તાઓ પોતાની બાઇક સાથે જોડાયા હતા. 

અસારવા વિસ્તારમાં ભવ્ય બાઈક રેલી દરિયાપુર દરવાજા સુધી ગઇ હતી. સીઆર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રીની દરિયાપુર દરવાજા પર સભા સાથે આ રેલી પુર્ણ થઇ હતી. ભાજપના અનેક નેતાની રેલીમાં હાજરી આપી હતી. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને વિજેતા કરવા માટે અપીલ કરી હતી. અમદાવાદ મનપાની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે. અસારવાથી નિકળેલી રેલી ચમનપુર ચકલાથી દરિયાપુર દરવાજા સુધી પહોંચી હતી. જેમાં કાર્યકર્તાઓ મોટા પ્રમાણમાં ઉમટી પડ્યાં હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news