ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેરમાં ફરી લૉકડાઉન, નવા corona virus બાદ હડકંપ

જેસિન્ડા અર્નર્ડે જણાવ્યું કે, બાકી દેશને પણ પ્રતિબંધોની અંદર રાખવામાં આવશે જેથી ઓકલેન્ડ શહેર સિવાય બાકી જગ્યાએ લૉકડાઉન ન લગાવવું પડે. 

ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેરમાં ફરી લૉકડાઉન, નવા corona virus બાદ હડકંપ

ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેરમાં ત્રણ દિવસનું લૉકડાઉન (Lockdown) લગાવવામાં આવ્યું છે. આ લૉકડાઉન રવિવારે મધ્ય રાત્રીથી લાગૂ થઈ જશે. સરકારે આ નિર્ણય ઓકલેન્ડમાં મળેલા નવા કોરોના વાયરસ (Corona virus) ના કેસ સામે આવ્યા બાદ લીધો છે. ન્યૂઝીલેન્ડના પ્રદાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને કેબિનેટના મહત્વપૂર્ણ સભ્યોની સાથે બેઠક કર્યા બાદ શનિવારે આ નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી જેસિન્ડા અર્નર્ડ (Jacinda Arnard) કહ્યું કે, તે ત્યાં સુધી એલર્ટ રહેશે જ્યાં સુધી શહેરમાં આવેલા નવા કોરોના વાયરસ વિશે સંપૂર્ણ જાણકારી મળી જશે નહીં. તે જાણકારી મેળવવામાં આવી રહી છે કે નવો કોરોના વાયરસ પહેલાના મુકાબલે વધુ સંક્રામક છે?

જેસિન્ડા અર્નર્ડે જણાવ્યું કે, બાકી દેશને પણ પ્રતિબંધોની અંદર રાખવામાં આવશે જેથી ઓકલેન્ડ શહેર સિવાય બાકી જગ્યાએ લૉકડાઉન ન લગાવવું પડે. રવિવારના દિવસે ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય અધિકારીઓએ સૂચના આપી કે ઓકલેન્ડમાં એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોના વાયરસ (corona virus) થી સંક્રમિત થયા છે, જેની ઓળખ થઈ શકી નથી. તેથી શહેરમાં નવા કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સાવચેતીના ભાગરૂપે લૉકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્નર્ડ (Jacinda Arnard) એ પોતાના તમામ પ્લાન કેન્સલ કરી દીધા છે અને તેઓ શહેરમાં કોરોના વાયરસ રોકવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે પરત રાજધાની વેલિંગ્ટન આવી ગયા છે. તમને જણાવી દઈએ કે બાકી દેશોના મુકાબલે ન્યૂઝીલેન્ડ કોરોના વાયરસને પછાડવામાં વધુ સફળ રહ્યું છે. પરંતુ બોર્ડર પર હજુ પણ પરત આવતા યાત્રીકોમાં કોરોનાના નવા કેસ આવી રહ્યાં છે પરંતુ આવા લોકોએ ન્યૂઝીલેન્ડમાં બે સપ્તાહ ક્વોરેન્ટીન રહેવું પડે છે. 

ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસ સાથે જોડાયેલા 'કોવિડ-19  રિસ્પોન્સમિનિસ્ટર' ક્રિસ હિપકિંસે કહ્યુ કે, બાકી દેશોના મુકાબલામાં ન્યૂઝીલેન્ડ કોરોના વાયરસને દેશની બહાર રાખવામાં સક્ષમ રહ્યું છે પરંતુ જેમ આપણે કહીએ છીએ કે 'નો રિસ્ક' જેવી કોઈ વસ્તુ નથી. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news