શરૂ થશે RRB Group D ની જગ્યા માટે ભરતી, Job મેળવનારને મળશે આટલો પગાર
RRB NTPC પરીક્ષા પૂર્ણ થતા જ રેલવે ભરતી બોર્ડ (Railway Recruitment Board) ગ્રુપ ડીની (Group D) જગ્યા પર પરીક્ષાનું આયોજન કરશે. આ જગ્યા પર સિલેક્ટ થવા માટે પ્રથમ સ્ટેજમાં ઓનલાઇન પરીક્ષા યોજાશે. જ્યારે બીજા સ્ટેજમાં ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ હશે
Trending Photos
નવી દિલ્હી: RRB NTPC પરીક્ષા પૂર્ણ થતા જ રેલવે ભરતી બોર્ડ (Railway Recruitment Board) ગ્રુપ ડીની (Group D) જગ્યા પર પરીક્ષાનું આયોજન કરશે. આ જગ્યા પર સિલેક્ટ થવા માટે પ્રથમ સ્ટેજમાં ઓનલાઇન પરીક્ષા યોજાશે. જ્યારે બીજા સ્ટેજમાં ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ હશે. જે પણ ઉમેદવાર પ્રથમ સ્ટેજની પરીક્ષા પાસ કરશે માત્ર તેમને જ બીજા સ્ટેજની પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે.
જાણો કેટલો મળશે પગાર
એવામાં જો ઉમેદવાર બંને સ્ટેજ પાસ કરે છે તો તેને ડોક્યૂમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. અને પ્રક્રિયા પૂરી થયા બાદ કેન્ડિડેટ્સની નિયુક્ત કરવામાં આવશે. ઘણા ઉમેદવારોના મનમાં આ સવાલ હશે કે ગ્રુપ ડીની જગ્યા પર સિલેક્ટ થયા બાદ તેમને કેટલો પગાર મળશે. તો તમને જણાવી દઇએ કે, કર્મચારીઓને 18,000 રૂપિયા શરૂઆતી વેતન સાથે 7માં સીપીસી પૈ મેટ્રિક્સના લેવલ 1 અનુસાર પગાર આપવામાં આવશે. વધારે ડિટેલ નીચે ટેબલમાં જોઇ શકો છો.
કેન્ડિડેટ્સ ને મળશે ભથ્થું
ઉલ્લેખનીય છે કે, પસંદગી પામેલા કેન્ડિડેટ્સને વિવિધ ભથ્થા પણ આપવામાં આવશે. તેમાં મોંઘવારી ભથ્યું, દેનિક ભથ્થું (8 કિલોમિટરથી વધારે માઇલેજ ભથ્થું), પરિવહન ભથ્થું (TPA), મકાન ભાડા ભથ્થું, રજાના મામલે વળતર, નાઈટ ડ્યૂટી માટે ભથ્થું, નિર્ધારિત વાહન ભથ્થું અને ઓવરટાઇમ ભથ્થું સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે