ઠંડી વચ્ચે આ જિલ્લાઓમાં આવશે આફતનો વરસાદ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ કરી આગાહી
ભારત હવામાન વિભાગ (IMD) એ સમગ્ર દેશમાં હવામાનમાં ફેરફારની આગાહી કરતા 12 રાજ્યોમાં વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે પશ્ચિમ હિમાલયમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. ગુજરાતમાં પણ આ દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ પડવાનો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
આગામી સમયમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. તારીખો આપતા જણાવ્યું કે, 26 થી 28 ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. અરબ સાગરમાં ટ્રફ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસટર્ન ડિસ્ટરબન્સ એક્ટિવ થશે. દક્ષિણ રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયકલનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે. આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યાં છે.
26 ડિસેમ્બરે કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે. પૂર્વ ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અમે નર્મદામાં વરસાદની શક્યતા છે. તો 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સહીત પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. 28 ડિસેમ્બરે કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં પવનનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમણે જણાવ્યું કે 27 અને 28 ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષોભ આવશે. તેમજ ઉત્તર-મધ્ય ભાગમાં સાયક્લોનિક સકર્યુલેશન સર્જાશે. અંબાલાલે કહ્યુ કે બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે અંબાલાલે જણાવ્યું કે 26 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.
શું છે પરેશ ગોસ્વામીની આગાહી
રાજ્યમાં હવામાન અંગે પોતાની સચોટ આગાહી માટે જાણીતા પરેશ ગોસ્વામીએ પણ રાજ્યના હવામાનને લઈને આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે 25થી 27 ડિસેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં વરસાદ સક્રિય થઈ શકે છે. તેમણે કહ્યું કે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, દાહોદ અને મહીસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ, વલસાડ, ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની સંભાવના છે.
ઠંડી અંગે વાત કરતા પરેશ ગોસ્વામીએ કહ્યું કે 31 ડિસેમ્બર સુધી ઠંડીમાં રાહત મળશે નહીં. જાન્યુઆરીમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. તેમણે કહ્યું કે જાન્યુઆરીમાં કોલ્ડવેવના રાઉન્ડ જોવા મળી શકે છે. જ્યારે 1થી 15 જાન્યુઆરી દરમિયાન તીવ્ર ઠંડી પડી શકે છે.
Trending Photos