ગુજરાતમાં અહીં છે અનોખી માન્યતા; સારા વરસાદ બાદ હાથ તાળી દેતા મહિલાઓ વરસાદ માગવા નીકળી!
વરસાદ લાવવાની આદિવાસી સમાજની અનોખી માન્યતા રહેલી છે. ગુજરાતમાં પ્રારંભિક સારા વરસાદ બાદ વરસાદે હાથ તાળી દેતા આદિવાસી મહિલાઓ વરસાદ માગવા નીકળી હતી.
Trending Photos
ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર: સમગ્ર મહીસાગર જિલ્લામાં ચોમાસાની પ્રારંભમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ આગામી સમયમાં પણ સારો વરસાદ થશે તે આશાએ ખેતીના શ્રીગણેશ કરીને પોતના ખેતરોમાં વાવણી કરી દીધી હતી. પરંતુ સમગ્ર ઓગષ્ટ મહિનામાં વરસાદ નહિ થતા ખેડૂતોના ખેતરનો ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
જો આવનાર દિવસોમાં વરસાદ નહિ વરસે તો ખેડૂતોને તેમજ પશુપાલન કરતા પશુપાલકો માટે માથે હાથ દઈને રોવાનો વારો આવી શકે છે ત્યારે આવનાર સમયમાં વરસાદ થાય અને ખેતીના પાકને જીવતદાન મળે તે માટે મેઘરાજાને મનાવવા અવનવા નુસખા અપનાવવામાં આવતા હોય છે તેમજ વરસાદ આવે તે માટે વિવિધ સમાજમાં વર્ષો જૂની વિવિધ માન્યતાઓ પણ છે અને આવીજ એક માન્યતા આદિવાસી સમાજમાં પણ જોવા મળે છે.
મેઘરાજાને રીઝવવાની આદિવાસી સમાજની શુ છે માન્યતા
વરસાદ વરસે તે માટે આદિવાસી સમાજ દ્વારા મેઘરાજાને રીઝવવા આદિવાસી સમાજની મહિલાઓ આદિવાસી શૈલીમાં વરસાદની ભીખ માંગવામાં ઘરે ઘરે નીકળતી હોય છે મહીસાગર જિલ્લામાં વરસાદ સરેરાશ ઓછો છે ત્યારે ખાનપુર તાલુકાના છેવાડા ગામોમાં આદિવાસી મહિલાઓ વરસાદ માંગવા માટે નીકળી હતી.
રાજસ્થાનની સરહદે અડીને આવેલા ખાનપુર તાલુકાના છાણી ગામે આદિવાસી મહિલાઓ વરસાદ માંગવા નીકળી હતી અને આદિવાસી સમાજની એક માન્યતા એવી પણ છે કે સ્થાનિક લોકગીત ગાઈને ઘરે ઘરે જઈ વરસાદ માંગવામાં આવે તો વરસાદ આવતો હોય છે ત્યારે સ્થાનિક આદિવાસી મહિલાઓ ટોળી બનાવી આદિવાસી શૈલીમાં ગીતો ગાતી વરસાદ માંગવા નીકળે છે અને જેનો આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજની વરસાદ લાવવાની અનોખી માન્યતાથી વરસાદ આવશે કે કેમ તે તો આવનાર નજીકના દિવસોમાં ખબર પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે